મનોરંજન

હાઉસફુલ 5ને ‘એ’ અને ‘બી’ વર્ઝનમાં રિલીઝ કરવામાં આવી, કયા ભાગનો ક્લાઇમેક્સ બેસ્ટ?

લોકોને આકર્ષિત કરવા મેકર્સે 'હાઉસફુલ 5' ને હાઉસફુલ 5A અને હાઉસફુલ 5B એમ બે વર્ઝનમાં રિલીઝ કરી

મુંબઈઃ અક્ષય કુમાર (Akshay Kumar), અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને રિતેશ દેશમુખ (Riteish Deshmukh) સહિત 20 સ્ટાર્સ એક સાથે જોવા મળે તેવી ફિલ્મ ‘હાઉસફુલ 5’ (Housefull 5) આખરે ગઈ કાલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ. તરુણ મનસુખાની (Tarun Mansukhani) દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં કોમેડી ઉપરાંત જબરદસ્ત સસ્પેન્સ અને થ્રિલર પણ હશે. મહત્વની વાત એ છે કે, નિર્માતાઓએ ફિલ્મને ‘હાઉસફુલ 5A’ (Housefull 5A) અને ‘હાઉસફુલ 5B’ (Housefull 5B) બે વર્ઝનમાં રિલીઝ કરી છે. આ બંને ફિલ્મોના ક્લાઈમેક્સ અલગ અલગ છે. શું તમે જાણો છો ‘હાઉસફુલ 5A’ કે ‘હાઉસફુલ 5B’માંથી કયું વર્ઝન શ્રેષ્ઠ છે?

‘હાઉસફુલ 5’ ફિલ્મને ‘એ’ અને ‘બી’ વર્ઝનમાં રિલીઝ કરવામાં આવી

ફિલ્મ જોવા માટે દર્શકોમાં ઉત્સાહ વધે તે માટે ‘હાઉસફુલ 5’ ના નિર્માતાઓએ ફિલ્મને ‘એ’ અને ‘બી’ વર્ઝનમાં રિલીઝ કરી છે. આ બંને ફિલ્મોમાં ક્લાઇમેક્સ અને એન્ડિંગ અલગ રાખવામાં આવ્યો છે. જો કે, બંને વર્ઝનમાં માત્ર છેલ્લી 15 મિનિટ થોડી અલગ હશે. જોકે, બંને વર્ઝનમાં આખી ફિલ્મની વાર્તા એકસરખી છે, ફિલ્મની કહાણી પ્રમાણે 6 લોકો એક હત્યામાં ફસાઈ જાય છે. જ્યારે રસપ્રદ વાત એ છે કે બંને ફિલ્મોમાં હત્યારાઓ અલગ અલગ હશે. એટલે કે, જો તમે ફિલ્મનું ‘એ’ વર્ઝન જોશો, તો ખૂની કોઈ બીજું હશે અને જો તમે ‘હાઉસફુલ 5B’ વર્ઝન જોશો, તો તેમાં બીજો કોઈ ખૂની હશે. આ ફિલ્મમાં ક્લાઈમેક્સ સાથે ભરપૂર કોમેડી પણ જોવા મળી છે.

KRKએ એક્સ પર પોસ્ટ કરી ફિલ્મના ક્લાઇમેક્સનું રાજ ખોલ્યું

બીજી તરફ, અભિનેતા અને પોતાને ફિલ્મ વિવેચક ગણતા KRK એ ‘હાઉસફુલ 5B’ ના ક્લાઇમેક્સ વિશે વાત કરી છે અને ‘B’ વર્ઝનમાં ખૂની કોણ છે તે પણ જાહેર કર્યું છે. KRK એ X પર એક પોસ્ટમાં લખ્યું છે, ‘બોલિવૂડ વિશેની મારી ગણતરીઓ ક્યારેય ખોટી નથી હોતી કારણ કે હું તેની દરેક વાતોનો જાણકાર છું. મેં ઘણા સમય પહેલા કહ્યું હતું કે હાઉસફુલ 5 માં ખૂની અભિષેક બચ્ચન છે અને તે સાચું છે. હાઉસફુલ 5B કિલર અભિષેક + ચિત્રાંગદા છે! A ના ક્લાઇમેક્સની રાહ જોઈ રહ્યા છીએ.”

મેકર્સે એક જ ફિલ્મ બે વખત જોવા માટે મજબૂર કર્યા

લોકોને ફિલ્મ રસ પડે તે માટે નિર્માતાઓએ ફિલ્મ માટે એક જબરદસ્ત રણનીતિ બનાવી છે. આ ફિલ્મ બે ક્લાઇમેક્સ સાથે રિલીઝ કરીને લોકોને એકની એક ફિલ્મ બે વખત જોવા માટે મજબૂર કર્યાં છે. જો તમે બંને ક્લાઇમેક્સ જોવા માંગતા હો, તો તમારે હાઉસફુલ 5A અને હાઉસફુલ 5B ના બંને વર્ઝન માટે અલગ ટિકિટ ખરીદવી પડશે. આવી સ્થિતિમાં, તમારે ફિલ્મ બે વાર જોવી પડશે. જેના કારણે મેકર્સને કમાણીમાં બમણો ફાયદો થવાનો છે.

આ પણ વાંચો….સૌથી મોંઘી કોમેડી ફિલ્મ હાઉસફુલ 5 એ રિલિઝ થયા પહેલા છાપી લીધા આટલા કરોડ રૂપિયા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button