મનોરંજન

Akshay Kumarની આ ફિલ્મમાં એક-બે નહીં પાંચ-પાંચ એક્ટ્રેસ લગાવશે ગ્લેમરનો તડકો…

ફિલ્મ Housefull-5 માં અક્ષય કુમાર, ફરદીન ખાન, અભિષેક બચ્ચન સાથે અનેક સ્ટાર્સ જોવા મળશે. આ બધા વચ્ચે હવે સાજિદ નડિયાદવાલાએ ફિલ્મ માટે એક-બે નહીં પણ પૂરી પાંચ-પાંચ એક્ટ્રેસને કાસ્ટ કરી છે. હવે એક જ ફિલ્મમાં પાંચ પાંચ એક્ટ્રેસ હોય તો ફિલ્મમાં ગ્લેમરનો કેવો અને કેટલો તડકો લાગશે, એ તો જોવું રહ્યું, પણ ચાલો જાણીએ આખરે કોણ છે આ પાંચ એક્ટ્રેસ…

પહેલી નવેમ્બરે બોક્સ ઓફિસ પર ટકરાશે Ajay Devgan અને Kartik Aryan…

અક્ષય કુમારની ફિલ્મ હાઉસફૂલ-5ને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. આ ફિલ્મમાં સાજિદ નડિયાદવાલાએ પાંચ એક્ટ્રેસને કાસ્ટ કરી છે. આ એક્ટ્રેસની યાદીમાં પહેલુ નામ આવે પંજાબી એક્ટ્રેસ સોનમ બાજવાનું. સોનમ બાજવા આ પહેલાં પણ અનેક પંજાબી સુપરહિટ ફિલ્મનો હિસ્સો રહી ચૂકી છે અને હવે તે બોલીવૂડ સુપરહિટ ફ્રેન્ચાઈઝી હાઉસફૂલની પાંચમી ફિલ્મમાં જોવા મળશે.

સોનમ કપૂર બાદ હાઉસફૂલ-5 સાથે જોડાનારી બીજી એક્ટ્રેસ છે જેકલીન ફર્નાન્ડિસ. અહીંયા તમારી જાણ માટે કે જેકલીન પહેલાં પણ આ ફ્રેન્ચાઈઝીની ફિલ્મનો હિસ્સો રહી ચૂકી છે. જેકલીન સિવાય સૌંદર્યા શર્મા પણ આ ફિલ્મનો હિસ્સો બનવા જઈ રહી છે. સૌંદર્યા શર્માએ 2017માં આવેલી ફિલ્મ રાંચી ડાયરીઝથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

આ યાદીમાં ત્રીજું નામ ચિત્રાંગદા સિંહનું છે. બજાર, ગેસ લાઈટ જેવી ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂકેલી ચિત્રાંગદા હવે હાઉસફૂલ-5માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં કાસ્ટ કરાયેલી છેલ્લી અને પાંચમી એક્ટ્રેસ છે નરગીસ ફખરી. નરગીસ ફખરી પહેલાં પણ ફ્રેન્ચાઈઝીમાં જોવા મળી ચૂકી છે.

આ પણ વાંચો : અત્યાર સુધી તમે ચોક્કસ જ નહીં જોયો હોય Jr. NTRનો આ ખૂંખાર… એક વખત જોઈ લેશો તો…

ફિલ્મમાં પાંચ એક્ટ્રેસ સિવાય બીજા સ્ટાર્સ પણ જોવા મળશે, જે સ્ક્રીન પર ધમાલ મચાવશે. રિપોર્ટ પર વિશ્વાસ કરીએ તો અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ હાઉસફૂલ-5ની શૂટિંગ 15મી સપ્ટેમ્બર, 2024થી લંડનમાં શરૂ થશે અને આ ફિલ્મ છઠ્ઠી જૂન, 2025ના થિયેટરમાં રિલીઝ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button