મનોરંજન

હાઉસફુલ-5 બોક્સ ઓફિસમાં હાઉસફુલઃ અક્ષયની ફિલ્મે પહેલા દિવસે જ કરી બમ્પર કમાણી

મુંબઈઃ અક્ષય કુમાર (Akshay Kumar)ની ‘હાઉસફુલ 5’ ( Housefull 5)એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. છેલ્લા કેટલાક વર્ષોથી અક્ષય કુમારની ફિલ્મો કઈ ખાસ કમાણી કરી શકી નથી. પરંતુ 2025 અક્ષય માટે સારૂ રહેશે તેવું લાગી રહ્યું છે. ‘કેસરી ચેપ્ટર 2’ (Kesari Chapter 2)ની સફળતા બાદ હવે ‘હાઉસફુલ 5’ પણ રિલીઝ થઈ ગઈ છે. 6 જૂને સિનેમાઘરોમાં આવેલી ‘હાઉસફુલ 5’એ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું છે. પહેલા દિવસે ‘હાઉસફુલ 5’એ કરોડો રૂપિયા છાપી દીધા છે. અક્ષય કુમારની છેલ્લી ફિલ્મ ‘કેસરી ચેપ્ટર 2’ કરતાં આ ફિલ્મની શરૂઆત ખૂબ જ સારી રહી છે.

હાઉસફુલ 5 એ બોક્સ ઓફિસ પર 23 કરોડ રૂપિયાની કમાણી કરી

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ‘હાઉસફુલ 5’ એ બોક્સ ઓફિસ પર 23 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હવે શનિવાર અને રવિવાર આવતો હોવાથી ‘હાઉસફુલ 5’ ફિલ્મને કમાણીમાં મોટો ફાયદો થઈ શકે છે. તરુણ મનસુખાની (Tarun Mansukhani) દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં 20 મોટા કલાકારોએ અભિનય કર્યો છે. ફિલ્મને બે ભાગમાં રિલીઝ કરવામાં આવી હોવા છતાં પણ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર સારી પકડ બનાવી હતી. 2019 માં રિલીઝ થયેલી ‘હાઉસફુલ 4’ ના ઓપનિંગ કલેક્શનને પાછળ છોડી ‘હાઉસફુલ 5’એ પહેલા દિવસે 19.08 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

હાઉસફુલ 5એ પહેલા દિવસે 19.08 કરોડ રૂપિયા છાપ્યાં

‘હાઉસફુલ 5’એ માત્ર ‘કેસરી 2’ (Kesari Chapter 2) જ નહીં પરંતુ અક્ષય કુમારની આ વર્ષે જાન્યુઆરીમાં આવેલી ‘સ્કાય ફોર્સ’ (Sky Force)ને પણ પહેલા દિવસની કમાણી બાબતે પાછળ છોડી દીધી છે. ‘સ્કાય ફોર્સ’એ પહેલા દિવસે 11.50 કરોડની કમાણી કરી હતી. જ્યારે હાઉસફુલ 5એ પહેલા દિવસે 19.08 કરોડ રૂપિયા છાપ્યાં છે. હજી શુક્રવારે રાત્રેના શોમાં સૌથી વધારે લોકો ફિલ્મ જોવા માટે પહોંચ્યાં હતાં. શુક્રવાર તો ફિલ્મ માટે સારો જ રહ્યો છે પરંતુ આજે શનિવાર અને કાલે રવિવાર લોકો માટે વીકેન્ડ છે. જેથી કમાણીના આંકડામાં વધારો થઈ શકે છે.

હાઉસફુલ 5 ફિલ્મ બે વર્ઝનમાં રિલીઝ કરવામાં આવી

તરુણ મનસુખાની દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મના કલાકારોની વાત કરવામાં આવે તો અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, ફરદીન ખાન, રિતેશ દેશમુખ, સોનમ બાજવા, નરગીસ ફખરી, નાના પાટેકર, સંજય દત્ત, શ્રેયસ તલપડે, ચિત્રાંગદા સિંહ, સૌંદર્યા શર્મા, જ્હોન ડીવીનર, જેકી શ્રોફ, રણજીત, જેકલીન ફર્નાન્ડીઝ, ચંકી પાંડે, ડીનો મોરિયા અને સૌંદર્યા શર્માએ અભિનય કર્યો છે. આ ફિલ્મ બે વર્ઝનમાં રિલીઝ કરવામાં આવી છે, આ બન્ને વર્ઝમમાં ક્લાઈમેક્સ અલગ હોવાથી તમારે એક ફિલ્મ બે વખત જોવી પડશે. નિર્માતાઓએ ફિલ્મને ‘હાઉસફુલ 5A’ અને ‘હાઉસફુલ 5B’ બે વર્ઝનમાં રિલીઝ કરી છે.

આ પણ વાંચો….હાઉસફુલ 5માં જેકલીન ફર્નાન્ડીઝને પડકારતી પંજાબી હિરોઈન કોણ હશે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button