મટન માર્કેટમાં હિંદુ સ્ત્રીઓની નગ્ન લાશો લટકતી હતી. કોણે કર્યો આ સનસનાટીભર્યો દાવો ? | મુંબઈ સમાચાર
મનોરંજન

મટન માર્કેટમાં હિંદુ સ્ત્રીઓની નગ્ન લાશો લટકતી હતી. કોણે કર્યો આ સનસનાટીભર્યો દાવો ?

રિલિઝ પહેલા જ વિવાદોમાં સપડાયેલી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ બંગાલ ફાઈલ્સ ચર્ચામાં છે. આવતીકાલે ફિલ્મ રિલિઝ થશે ત્યારે વિવેકે આ મામલે ઘણી વાત કરી છે, જે ઘટનાની ભયાનકતા દર્શાવે છે.

અગાઉ ધ તાશ્કંદ ફાઈલ અને પછી કશ્મીર ફાઈલ્સ બનાવનારા વિવેકે 16 ઑગસ્ટ, 1946ના રોજ પશ્ચિમ બંગાળમાં ડાયરેક્ટ એક્શન ડે નામે ઓળખાતા નરસંહાર પર ફિલ્મ બનાવી છે. આ ફિલ્મનું ટ્રેલર રિલિઝ થતાં જ વિવાદ થયો છે. ફિલ્મમાં કોલકાત્તામાં હિન્દુઓ પર થયેલા અમાનૂષી અત્યાચારની વાત છે.

પોતે આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે જે રિસર્ચ કર્યું તેના વિશે તેણે એક ઈન્ટરવ્યુમાં વાત કરી. તેમણે કહ્યું કે મારા રિસર્ચ દરમિયાન 100 વર્ષના એક વૃદ્ધે એક ઘટના કહી. તેમણે પોતાના એ 16-17 વર્ષની ઉંમરના દિવસો યાદ કર્યા અને કહ્યું કે અહીં એક મટન માર્કેટ હતુ, જ્યા બકરા લટકતા રહેતા. એક દિવસ ત્યાં એક ટ્રક આવ્યો, તે ત્યાં રોકાયો અને જ્યારે તે ટ્રકનો ખુલ્લો મૂક્યો ત્યારે તમાંથી મહિલાઓની નગ્ન લાશો મળી. ત્યારબાદ એક માણસ આવ્યો અને તેમાં એક મહિલાના માથામાં બિંદી લાગી હતી તેને બૂટથી ભૂસી નાખી. ત્યારબાદ બકરા લટકતા હતા તે ખૂંટ પર એ મહિલાઓની લાશો લટકતી હતી. આખા મટન માર્કેટમાં માત્ર હિન્દુ મહિલાઓની નગ્ન લાશો લટકતી દેખાતી હતી. વિવેકે કહ્યું કે એક તો ગાંધીજીના સેક્રેટરીએ લખેલું પુસ્તક અને આ વૃદ્ધે કહેલી ઘટનાએ મને અલગ રીતે વિચારવા મજબૂર કર્યો.

અગાઉ પણ વિવેકની ફિલ્મો વિવાદોમાં ફસાઈ છે. એક વર્ગ એમ મને છે કે તે પ્રોપગન્ડા ફિલ્મો બનાવે છે, અને ખાસ સમુદાયને ટાર્ગેટ કરે છે. જોકે વિવેકની કશ્મીર ફાઈલ્સને સારો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ વેક્સિન વૉર ફિલ્મ ફ્લોપ નિવડી હતી. હવે આવતીકાલે ધ બંગાલ ફાઈલ્સને કેવો પ્રતિસાદ મળે છે તે જોવાનું રહ્યું.

આપણ વાંચો:  Aishwarya Rai-Bachchanને કારણે અમિતાભ અને અભિષેક વચ્ચે પડી તિરાડ? શું છે આખી ઈનસાઈડ સ્ટોરી…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button