40 વર્ષ પહેલા બની હતી એક એવી હોરર ફિલ્મ કે જેને જોઇ દર્શકોની ઊંઘ થઈ જતી હતી હરામ!
હાલ સ્ત્રી 2 (Stree 2) અને હવે હોરર કોમેડી ફિલ્મ ભૂલ ભૂલૈયા 3 (Bhool Bhulaiyaa 3) પણ જબરજસ્ત હિટ રહી છે. હોરર ફિલ્મોનો ક્રેઝ એવો છે કે લોકો બોલિવૂડની સૌથી ભૂતિયા ફિલ્મો શોધી રહ્યા છે અને માણી રહ્યા છે. જો તમે પણ હોરર કન્ટેન્ટ જોવાના શોખીન છો, તો આજે અમે તમને 90ના દાયકાની એક એવી ફિલ્મ વિશે જણાવી રહ્યા છીએ, જેને જોયા બાદ દર્શકો રાત્રે ઊંઘી શકતા નહોતા.
આ પણ વાંચો : સામંથા રૂથ પ્રભુના ચાહકો માટે આવ્યા Bad news, જાણો હવે શું વાત છે?
અમે વાત કરી રહ્યા છીએ 1989માં આવેલી હોરર ફિલ્મ ‘પુરાની હવેલી’ (Purani Haveli)ની. આ ફિલ્મ રામસે બ્રધર્સ દ્વારા બનાવવામાં આવી હતી, જે પ્રખ્યાત હોરર ફિલ્મ નિર્દેશકોની જોડી એટલે કે શ્યામ રામસે અને તુલસી રામસે છે.
ફિલ્મમાં છે એક શેતાનની વાત
આ ફિલ્મમાં એક જૂની હવેલી છે, જે દર્શકોને ખૂબ જ ડરાવી રહી છે. આ ભૂતિયા હવેલીની અંદર રહેતા ભૂતની ઝલક જોવા મળે કે તરહ જ પ્રેક્ષકોમાંથી ચીસ પડી જતી હતી. દીપક પરાશર, તેજ સપ્રુ, અમિતા નાંગિયા, શહેઝાદ ખાન, નીલમ મેહરા અને વિજય અરોરા જેવા કલાકારોએ તેમના અભિનયથી ઘણું મનોરંજન કર્યું અને ફિલ્મે સારી કમાણી પણ કરી.
આ પણ વાંચો : અહા, કેટકેટલી યાદ?! ‘ખૂબસૂરત’ ફિલ્મની રિલીઝને પચીસ વર્ષ થયાં
શું છે સ્ટોરી?
ફિલ્મની સ્ટોરી એક જૂની હવેલીની આસપાસ ફરે છે. એક શહેરી સમૃદ્ધ પરિવાર આ હવેલી ખરીદે છે અને ત્યાં રહેવા આવે છે. આ સમય દરમિયાન, તેઓ શૈતાની શક્તિઓથી વાકેફ થાય છે અને પછી શેતાન તેમના જીવન પર હાવીથવા માંડે છે. ફિલ્મના ઘણા દ્રશ્યો એટલા ડરામણા છે કે વ્યક્તિના રૂંવાટા ઊભા થઈ જાય અને રાત્રે ઊંઘી પણ શકતો નથી.