મનોરંજન

ધનશ્રી વર્માએ શેર કરી હોળીની તસવીરો, લોકોએ કહ્યું ‘…રંગ બદલાતા લોકોથી દૂર રહેવું’…

ક્રિકેટર યજુવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના તલાક થવાના હોવાની ચર્ચાઓ કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં થઈ રહી છે. પરંતુ શું તેવો ખરેખર છુટાછેડા લઈ રહ્યાં છે? જો કે, સૂત્રો દ્વારા એવું કહેવામાં આવે છે કે, તેઓએ જુદા થવાનો નિર્ણય કરી લીધો છે. બન્ને લોકોએ પોતપોતાના સોશિલય મીડિયામાં કેટલીક પોસ્ટ હટાવી પણ દીધી હતી. જો કે, આવી ચર્ચાઓના કારણે ધનશ્રી ખૂબ જ ટ્રોલ થઈ રહી છે. સૂત્રો દ્વારા એવું કહેવામાં આવે છે કે, ધનશ્રી અને યુઝવેન્દ્ર ચહલ છુટાછેડા લઈ રહ્યાં છે, ધનશ્રીએ ચહલ સાથે છુટાછેડા લેવાનું નક્કી કરી લીધું છે.

Also read : આ છે બોલીવૂડની હોલીગર્લઃ ખૂબ જ પોપ્યુલર છે તેનાં હોલીસૉંગ્સ

ટ્રોલિંગની વચ્ચે ધનશ્રીએ નેહા કક્કડ સાથે હોળી માનતી હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. સામે ચહલ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અવારનવાર કંઈક પોસ્ટ કરતો રહે છે. તલાકની ચર્ચાઓ વચ્ચે ધનશ્રીએ નેહા કક્કડ સાથે હોળીનો તહેવાર મનાવ્યો છે. થોડા દિવસ પહેલા ધનશ્રીએ કેટલીક પોસ્ટ શેર કરી હતી. જેમાં પણ તે નેહા કક્કડ સાથે મહિલા દિવસની ઉજણવી કરી રહી હતી, તેનો અર્થ એવો થયો કે, છેલ્લા કેટલાય સમયથી ધનશ્રી નેહા કક્કડ સાથે સમય વિતાવી રહી છે. પહેલા મહિલા દિવસની ઉજણી કરી અને કાલે નેહા કક્કડ સાથે હોળીની પણ ઉજવણી કરી હતી.

social media

હોળીની તસવીરો શેર કરતા ધનશ્રીએ લખ્યું કે, ‘હોળીની શુભકામનાઓ, મારા શ્રેષ્ઠ લોકો સાથે કીર્તન અને ફૂલો કી હોળી. અંદરના દિવ્યતાની સાથે ઉજવણી’ જો કે, આ તસવીર પર ધનશ્રીને ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકો તેની પોસ્ટ પર ટિપ્પણીઓ પણ કરી રહ્યાં છે. એક વ્યક્તિએ ટિપ્પણી કરતા લખ્યું કે, ‘રંગ લગાવવા વાળા કરતાં, રંગ બદલાતા લોકોથી દૂર રહેવું’. તેની આ પોસ્ટમાં 2 હજાર જેટલી ટિપ્પણીઓ કરવામાં આવી છે.

Also read : રંગ બરસે…: અમિતાભ અને જયા બચ્ચની આવી રોમાન્ટિક તસવીર તમે જોઈ નહીં હોય

ધનશ્રીએ નેહા કક્કડ અને તેના પરિવાર સાથે હોળીનો તહેવાર ઉજવ્યો છે. ધનશ્રીએ પોતાના સોશિયલ મીડિયામાં 13 ફોટા સાથે પોસ્ટ કરી છે. એક ફોટામાં, નેહા કક્કર, તેના પતિ રોહનપ્રીત, ધનશ્રી અને તેમના મિત્રો અને નજીકના લોકો ફૂલોથી હોળી રમતા જોવા મળી રહ્યાં છે. ધનશ્રીએ આ તસવીરો સાથે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ડાન્સ કરતી જોવા મળી રહી છે. લોકો ચહલના સમર્થનમાં આવીને ધનશ્રીને ટ્રોલ કરી રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button