જયા બચ્ચનના તોછડા વર્તન સામે હિંદુસ્તાની ભાઉ ભડ્ક્યો, પાપારાઝીને આપી સલાહ…

મુંબઈ: બોલીવુડમાં બચ્ચન પરિવારની સારી એવી નામના છે. અમિતાભ બચ્ચન પોતાના વિનમ્ર સ્વભાવ માટે જાણીતા છે, પરંતુ જયા બચ્ચન છેલ્લા કેટલાક સમયથી લોકો સાથે તોછડાઈ ભર્યું વર્તનને લઈને સોશિયલ મીડિયા પર પણ ટીકા કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયમાં અનેક ચોંકાવનારા કિસ્સા બન્યા છે, જેના વીડિયો પણ વાયરલ થયા છે. અગાઉ જયા બચ્ચને પાપારાઝીની પણ નિંદા કરી હતી, જેને લઈને હવે હિંદુસ્તાની ભાઉ ગુસ્સે થયો છે. હિંદુસ્તાની ભાઉએ મીડિયા સામે જયા બચ્ચનને ખરીખોટી સંભળાવીને પાપારાઝીને પણ સલાહ આપી હતી.
જયા બચ્ચન 150 રૂપિયાની સાડી પહેરે છે
મુંબઈ ખાતેની એક ઇવેન્ટમાં હિંદુસ્તાની ભાઉએ પાપારાજીને સંબોધ્યા હતા. પોતાના સંબોધનમાં હિંદુસ્તાની ભાઉએ જણાવ્યું હતું કે, “જયા બચ્ચને પોતે કુરાડ બજારની 150 રૂપિયા વાળી સાડી પહેરે છે અને તમને ગંદા કહે છે. કેવા કપડાં પહેરીને આવે છે, એવું કહે છે. અરે, આવા લોકોની પાછળ શું કામ જાવ છો, જ્યાં તમને જ્યાં તમને ઇજ્જત મળતી નથી.”
હિંદુસ્તાની ભાઉએ આગળ જણાવ્યું કે, “આ લોકોને તેમની ઔકાત ત્યારે ખબર પડશે જ્યારે તમે તેઓને બતાવવાનું બંધ કરશો. તમારા કારણે આ લોકો દેખાય છે. નહીંતર તેઓને કોઈ ઓળખતું નથી. હું આપ સૌને હાથ જોડીને કહું છું, જ્યાં તમને ઇજ્જત નથી મળતી. અમે જે કઈ બન્યા છે, તમારા કારણે બન્યા છીએ. જો અમે જ તમારી ઇજ્જત નહીં કરીએ, તો પછી તમારે વિચાર કરવો બહુ જરૂરી છે.”
પાપારાઝી સાથે મારો કોઈ સંબંધ નથી
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બરખા દત્તની ‘વી ધ વુમન’ ઇવેન્ટમાં જયા બચ્ચને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં જયા બચ્ચને જણાવ્યું હતું કે, “હું મીડિયાની ઇજ્જત કરૂં છું, પરંતુ પાપારાજી સાથે મારો કોઈ સંબંધ નથી. તેઓ કોણ છે, જે બહારથી ગંદા, ટાઈટ પેન્ટ પહેરીને, હાથમાં મોબાઈલ લઈને…તેઓને લાગે છે કે ફક્ત મોબાઈલ હોવાથી તે તમારો ફોટો ખેંચી શકે અને જે ઈચ્છે તે કહી શકે છે.”
આપણ વાંચો: જેમ્સ કેમેરોનની ‘અવતાર: ફાયર એન્ડ એશ’માં ગોવિંદાનો કેમિયો છે? જાણો વીડિયોનું સત્ય



