‘જાણુ છું મને કેન્સર છે, પણ… ‘ઇવેન્ટ બાદ હૉસ્પિટલ પહોંચેલી હિના ખાનનો ઇલાજ શરૂ, શેર કર્યો વીડિયો

‘ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ અભિનેત્રી હિના ખાન હાલમાં કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત છે. તેને ત્રીજા સ્ટેજનું સ્તન કેન્સર હોવાનું નિદાન થયું છે. તેની સારવાર ચાલી રહી છે. દરમિયાન, તેણે તાજેતરમાં તેના પ્રથમ કીમોથેરાપી સેશનનો એક વીડિયો શેર કર્યો છે. હિના ખાને તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે એક એવોર્ડ ફંક્શન માટે ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તેને એવોર્ડ ફંક્શનખબર પડી કે તે સમયે તે કેન્સરથી પીડિત છે. તે એવોર્ડ ઈવેન્ટમાંથી સીધો હોસ્પિટલ ગઇ હતી.
આ વીડિયોમાં હિના ખાન તેના પ્રથમ એવોર્ડ ફંક્શનમાં હાજરી આપતાં જોઈ શકાય છે. આ ઈવેન્ટમાં તેને એવોર્ડ પણ મળે છે. ત્યાર બાદ તે સીધી હોસ્પિટલ જાય છે. અહીં હિના તેના પ્રથમ કીમોથેરાપી સત્ર માટે તૈયાર થતી જોવા મળે છે. તેના ચહેરા પર વિષાદની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. તેમ છતાં, તેણે તેની હિંમત જાળવી રાખી હતીઅને તેની કેન્સર રિકવરી યાત્રાનું આ સૌથી મહત્વપૂર્ણ સત્ર લીધું.
| Also Read: Bigg Boss OTT 3: વડાપાઉં ગર્લે પોતાના બાળપણની વાત કરી તો બધાની આંખમાં આસું આવી ગયા
આ વીડિયોને શેર કરતી વખતે હિના ખાને કેપ્શનમાં લખ્યું હતું કે- “આ એવોર્ડ નાઈટમાં મને મારા કેન્સર વિશે ખબર પડી પરંતુ મેં નક્કી કર્યું છે કે હું નોર્મલ રહીશ. તમારા માટે નહીં પણ આપણા બધા માટે. આ દિવસે બધું બદલાઈ ગયું, આ દિવસ મારા જીવનના સૌથી મુશ્કેલ તબક્કાની શરૂઆત તરીકે અંકિત થયેલ છે.”
WATCH VIDEO: https://www.instagram.com/reel/C844rlVIgcl/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
હિનાએ લખ્યું હતું કે ‘આપણે જે માનીએ છીએ તે બનીએ છીએ, તેથી મેં આ પડકારને મારી જાતને ફરીથી મજબૂત કરવાની તક તરીકે લીધો છે. મેં મારી જાતને સકારાત્મક રાખી છે. મેં નક્કી કર્યું છે કે હું આ અનુભવને સામાન્ય રાખીશ અને મને જોઈતા પરિણામો લાવીશ અને કેન્સરમાંથી બહાર આવીશ.
ટીવી અભિનેત્રીએ આગળ લખ્યું કે તેનું કામ, પ્રેરણા, જુસ્સો અને કલા તેના માટે મહત્વની છે. તે નમવા માંગતી નથી. કીમો પહેલા એવોર્ડ મેળવવો એ તેના માટે એકમાત્ર પ્રેરણા ન હતી, તેણે પોતાને ખાતરી આપવા માટે આ ફંક્શનમાં હાજરી આપી હતી કે તે કેન્સરનો સામનો કરી શકે છે.
| Also Read: ફાર્મહાઉસની બહાર નીકળતા જ સલમાન ખાનને મારવાનો પ્લાન હતો! ચાર્જશીટમાં મોટા ખુલાસા
હિના ખાનેએ આગળ દરેકને વિનંતી કરી કે તેઓ તેમના જીવનના પડકારોનો સામનો કરે, પરિસ્થિતિને સામાન્ય બનાવે પછી પોતાના માટે લક્ષ્યો નક્કી કરે અને તેમને દરેક રીતે જીવવાનો પ્રયાસ કરે. ભલે ગમે તેટલું મુશ્કેલ હોય. ક્યારેય પીછેહઠ કરશો નહીં. કયારેય હતાશ થશો નહીં.