હિના ખાનનો કોરિયન અવતાર: બોયફ્રેન્ડ સાથેની ક્યૂટ તસવીરો વાઈરલ

જાણીતી ટીવી અભિનેત્રી અને કેન્સરની બીમારીથી ઝઝમૂનારી એક્ટ્રેસ હંમેશાં તેની અવનવી વાતને લઈ ચર્ચામાં રહે છે ત્યારે તાજેતરમાં તેના બોયફ્રેન્ડ સાથે વિદેશમાં ફરી રહી છે.
ટીવી અભિનેત્રી હિના ખાન હાલમાં સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં છે. આ દિવસોમાં અભિનેત્રી કોરિયામાં બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે વેકેશનનો આનંદ માણી રહી છે. અભિનેત્રીએ આ વેકેશનની ઘણી તસવીરો શેર કરી હતી. જેમાં તે કોરિયન લુકમાં જોવા મળી હતી.
આપણ વાંચો: ‘જાણુ છું મને કેન્સર છે, પણ… ‘ઇવેન્ટ બાદ હૉસ્પિટલ પહોંચેલી હિના ખાનનો ઇલાજ શરૂ, શેર કર્યો વીડિયો
હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કોરિયા ટ્રિપની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. કોરિયા પહોંચ્યા પછી હિના ખાન ત્યાંના રંગોમાં રંગાઈ ગઈ છે. તસવીરોમાં અભિનેત્રીનો ફક્ત કોરિયન લૂક જ જોવા મળ્યો હતો.

આમાંની કેટલીક તસવીરોમાં, હિના તેના બોયફ્રેન્ડ રોકી સાથે સેલ્ફી લેતી પણ જોવા મળી હતી. ચાહકોને બંને વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ ગમે છે. એક ફોટામાં હિના અને રોકી સમુદ્ર સામે ઊભા રહીને એકબીજાને નિહાળી રહ્યા છે.
આપણ વાંચો: ખરાબ સમય પણ પસાર થઇ જશે… બ્રેસ્ટ કેન્સર અપડેટ પછી હિના ખાનની પહેલી પોસ્ટ
ફોટો શેર કરતા અભિનેત્રીએ લખ્યું હતું કે ‘સફરનામા..’ બીજા એક ફોટામાં હિના ખાન મિરર સેલ્ફી લેતી જોવા મળી હતી, જેમાં તે પોઉટિંગ કરતી વખતે પોઝ આપી રહી છે.
વાઈરલ તસવીરોમાં હિના ખાનની ક્યુટનેસ જોઈને ચાહકો તેના પ્રેમમાં પડી ગયા છે, કેટલાક તેને શેરની કહી રહ્યા છે તો કેટલાક તેને રાજકુમારી કહી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હિના ખાન બ્રેસ્ટ કેન્સરના ત્રીજા તબક્કામાં છે. તેની સારવાર હજુ પણ ચાલુ છે. આ દરમિયાન, અભિનેત્રી તેના બોયફ્રેન્ડ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતી જોવા મળી હતી.