રેમ્પ વોક કરતાં કરતાં લડખડાઈ Hina Khan, આ ખાસ વ્યક્તિએ આપ્યો ટેકો…

ટીવીની સંસ્કારી બહુ બનીને કરોડો દર્શકોના દિલ પર રાજ કરનારી હિના ખાન હાલમાં તેની માંદગીને કારણે સતત લાઈમલાઈટમાં રહે છે. હવે હિના ખાન માંદગીમાં કરેલા રેમ્પ વોકને કારણે ચર્ચામાં આવી છે, પરંતુ એ સમયે હિના ખાન પડતાં પડતાં બચી ગઈ હતી અને તેને બોલીવૂડ એક્ટર કાર્તિક આર્યને સંભાળી લીધી હતી. આવો જોઈએ શું છે આખો મામલો-
વાત જાણે એમ છે કે પ્રસિદ્ધ ફેશન ડિઝાઈનલ મનિષ મલ્હોત્રાના ફેશન શોને કારણે નમો ભારત વોક ફોર કરેજ વોક ફોર સર્વિસ એન્ડ વોક ફોર હેરિટેજ નામની ઈવેન્ટમાં ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં હિના ખાન સિવાય અનેક સેલેબ્સ જેમ કે સોનાલી બેન્દ્રે, તાહિરા કશ્યપ, કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરીએ ભાગ લીધો હતો. આ ઈવેન્ટનો જ હિના ખાનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં હિના ખાનના કદમ ડગમગાઈ જાય છે અને એ સમયે કાર્તિક આર્યન તેને સંભાળતો જોવા મળે છે.
હિના ખાન હાલમાં કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહી છે અને તેમ છતાં તે પોતાના કમિટમેન્ટ્સ પૂરા કરી રહી છે. કેન્સરની સારવાર લેતાં લેતાં હિના ખાન રેમ્પ વોક પણ કરી રહી છે. હિનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં લોકોને તેની હિંમતની દાદ આપી રહ્યા છે તો વળી કેટલાક લોકો તેણે આ પરિસ્થિતિમાં પોતાનું ધ્યાન રાખવું જોઈએ અને લાઈમલાઈટ વગેરેથી દૂર રપહીને આરામ કરવો જોઈએ એવી સલાહ પણ આપી રહ્યા છે.

દરમિયાન હિનાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં હિના ખાન કાર્તિક આર્યનને મળવા માટે આવી રહી હોય છે અને એ સમયે તે લથડિયું ખાઈ જાય છે, પણ કાર્તિક આર્યને તેને સંભાળી લીધી હતી. ફેન્સને કાર્તિકનો આ અંદાજ પણ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
આ પણ વાંચો : કેન્સરની ચિંતા છોડી હિના ખાને એન્જોય કર્યો Me Time, શેર કરી તસવીરો
આ વીડિયો વાઈરલ થતાં જ યુઝર્સ હિનાની હિંમત અને ધૈર્યની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે, ‘જીવનના આટલા ડિફિકલ્ટ સ્ટેજમાં પણ એકદમ શાંતિ અને ગરિમા અને આટલી હિંમતથી પોતાને સંભાળવા બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. તમે હિના ખાન નહીં પણ શેર ખાન છો, જલ્દી સ્વસ્થ થઇ જાવ! તમે ઘણા લોકો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છો.
આ ઇવેન્ટમાં રેમ્પ વોક કરતી વખતે હિનાએ ગુલાબી સલવાર સૂટ પહેર્યો હતો અને તેની સાથે તેણે ટ્રાન્સપરન્ટ દુપટ્ટા પર હેવી ઝરી વર્ક કરવામાં આવ્યું હતું. હિનાએ સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ, ગજરા, બંગડીઓ અને કેટલીક વીંટી સાથે તેની સુંદરતાનો જલવો વિખેર્યો હતો. ગ્લેમરસ મેકઅપે હિનાની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં હિના કેન્સરની સારવાર કરાવી રહી છે અને તે હિંમતથી આ મુશ્કેલ સમયમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે.