કેન્સરની ચિંતા છોડી હિના ખાને એન્જોય કર્યો Me Time, શેર કરી તસવીરો
કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાન આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે ફેન્સ સાથે કેન્સર સામે લડવા સંબંધિત તેની સફરની દરેક અપડેટ શેર કરી રહી છે. કેન્સરની સારવાર વચ્ચે, અભિનેત્રી ફરવા અને ખરીદી માટે નીકળી છે, જેની તસવીરો તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
હિનાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે. ફોટામાં જોઈ શકાય છે કે હિના શોપિંગ કરવા નીકળી છે. આ દરમિયાન તે કોફી અને કેટલીક મનપસંદ વાનગીઓનો આનંદ લેતી પણ જોવા મળે છે. હિના એક કેફેમાં ગ્રીન આઉટફિટમાં બેઠેલી જોવા મળે છે. આ દરમિયાન તેમના ચહેરા પર ખુશી જોવા મળે છે. આ ફોટા શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, “મહિનાઓ પછી, હું થોડી ખરીદી અને હોટ ચોકલેટ માટે બહાર ગઈ છું. બસ હું, મારી જાતને પ્રેમ કરું છું. દુઆ.”
હિનાને આ રીતે હસતી જોઈને ફેન્સ પણ ઘણા ખુશ થઈ ગયા છે. હિનાની પોસ્ટ પર કોમેન્ટ કરતી વખતે તેઓ તેના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યો છે. એક યુઝરે લખ્યું હતું કે, “તમે વધુ ખુશીના હકદાર છો…તમે એક રોકસ્ટાર છો.” અન્ય એક યુઝરે લખ્યું હતું કે, “શેર ખાન જલ્દી સ્વસ્થ થઈ જશે.” અન્ય એક યુઝરે જણાવ્યું હતું કે, “તમે અમને શીખવો છો કે મુશ્કેલ સમયનો સામનો કેવી રીતે કરવો.”
હિના ખાન સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની છે. તેની સારવાર ચાલી રહી છે. હિનાએ કીમોથેરાપી કરાવી છે અને માથાનું પણ મુંડન કરાવ્યું છે. જો કે, આ પછી તેણે પોતાના વાળની વિગ બનાવી હતી. અભિનેત્રીએ આનો એક વીડિયો પણ શેર કર્યો હતો.
હિના ખાને જૂન મહિનામાં ચાહકો સાથે આ માહિતી શેર કરી હતી કે તે સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સરનો શિકાર છે. ત્યારથી, અભિનેત્રી ચાહકો સાથે સતત ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર મૂકી તેની કેન્સરની સફર શેર કરી રહી છે. હિના સમયાંતરે પોતાની હેલ્થ અપડેટ્સ પણ આપે છે.