મનોરંજન

કેન્સર સામે ઝઝુમી રહેલી મુસ્લિમ ટીવી એક્ટ્રેસ Hina Khanએ એવું તે શું કર્યું કે યુઝર્સ ભડક્યા…

ટીવીની સંસ્કારી બહુ ટીવી એક્ટ્રેસ હિના ખાન (Hina Khan) હાલમાં થર્ડ સ્ટેજના બ્રેસ્ટ કેન્સરનો સામનો કરી રહી છે. જીવનના મુશ્કેલ દૌરમાંથી પસાર થઈ રહેલી હિના ખાન હિંમતથી તેનો સામનો કરી રહી છે અને તે ફેન્સને પણ ખૂબ જ સારી રીતે મળતી રહે છે. ગઈકાલે સાંજે એક્ટ્રેસ મુંબઈની ખૂબ જ જાણિતા સિદ્ધિવિનાયક મંદિર ખાતે બાપ્પાના આશિર્વાદ લેવા પહોંચી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે. આ સમયે એક્ટ્રેસની મુલાકાત ફિલ્મ એક્ટર ચંકી પાંડે સાથે થઈ હતી.

આ પણ વાંચો: કેન્સરની ચિંતા છોડી હિના ખાને એન્જોય કર્યો Me Time, શેર કરી તસવીરો

મળી રહેલી માહિતી પ્રમાણે હિના ખાન હાલમાં અપકમિંગ વેબ સિરીઝ ગૃહ લક્ષ્મીને પ્રમોટ કરી રહી છે. આ સિરીઝમાં તેની સાથે ચંકી પાંડે, રાહુલ દેવ અને દિવ્યેંદુ ભટ્ટાચાર્ય જોવા મળશે. 16મી જાન્યુઆરીથી આ સિરીઝ એટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. એક્ટ્રેસનું નામ લક્ષ્મી છે જ્યારે ચંકી પાંડે કરીમ કાજીના રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો: હિના ખાનના ટ્રેડિશનલ લૂકે ચાહકોનું દિલ જીતી લીધું

સિરીઝના રીલિઝ થતાં પહેલાં સ્ટારકાસ્ટ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર ખાતે પહોંચી હતી. બાપ્પાના આશિર્વાદ લઈને પાથી ફરી રહેલી હિના ખાનને પેપ્ઝે સ્પોટ કરી હતી. આ સમયે તેણે બ્લ્યુ કલરનો આઉટફિટ પહેર્યો હતો. પેપ્ઝને પોઝ આપતા વચ્ચે ફેન્સને તેને સેલ્ફી માટે પૂછ્યું અને તે તરત જ એ ફેન પાસે પહોંચી ગઈ. આ નજારો ચંકી પાંડે જોતા રહી ગયા. આ દરમિયાન એક્ટ્રેસે ગણપતિ બાપ્પા મોર્યાના નારા પણ લગાવ્યા હતા.

સોશિયલ મીડિયા પર ફેન્સ હિના ખાનના આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જોકે, કેટલાક લોકોને આ વીડિયો ખાસ કંઈ પસંદ નથી આવ્યો અને તેમણે એક્ટ્રેસની ટીકા કરી હતી. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે હજી હમણાં તો ઉમરાહ કરીને આવી હતી અને હવે મંદિર પહોંચી ગઈ હતી. બીજા એક યુઝરે લખ્યું હતું કે હિના ખાન મુસ્લિમ થઈને આવી હરકત કરી રહી છે. ખુદાનો તો ડર રાખો. બીજા એક યુઝરે લખ્યું હતું કે બહેન કોઈ એક ધર્મ તો સારી રીતે નિભાવસ હવે તારું શું થશે? તો વળી એક બીજા યુઝરે લખ્યું હતું કે યાર એક મુસ્લિમ થઈને કેમ આવું કરો છો?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button