હિમાંશી નરવાલ ‘બિગબોસ 19’માં જોવા મળશે?

બિગબોસ રિયાલિટી શો દર્શકોમાં ખાસ્સો લોકપ્રિય છે. તેમાં સામેલ થતાં બહુ જાણીતા નહીં, એવા પ્રતિસ્પર્ધીઓ પણ રાતોરાત સ્ટાર બની જાય છે. બિગ બોસ સીઝન 19 ની ચર્ચા વધુને વધુ તીવ્ર બની રહી છે કારણ કે આ શો ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં તેના ભવ્ય પ્રીમિયર માટે તૈયાર છે. શોનો પ્રોમો અને ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.
સેલિબ્રિટી લાઇન-અપ વિશે ચાલી રહેલી અટકળો વચ્ચે, એક નવું નામ હેડલાઇન્સમાં આવ્યું છે, હિમાંશી નરવાલ, જે પહેલગામ આતંકવાદી હુમલાનો ભોગ બનેલા વિનય નરવાલની પત્ની છે. જાણવા મળ્યા મુજબ બિગ બોસ 19એ ટેલિવિઝન, બોલીવુડ અને ડિજિટલ સ્પેસમાંથી કેટલાંક નોંધપાત્ર નામોનો સંપર્ક કર્યો છે, જેમાં શૈલેષ લોઢા, ગુરુચરણ સિંહ, મુનમુન દત્તા, અને અન્યનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: શોકિંગ! બિગબોસના ઘરમાંથી વિકી જૈન થયો આઉટ! આ 5 લોકો જશે ફિનાલેમાં..
આ વર્ષની શરૂઆતમાં થયેલ ભયાનક નરસંહાર પછી હિમાંશીનું નામ સૌપ્રથમ લોકોની નજરમાં આવ્યું. તેના પતિ, નેવી ઓફિસર વિનય નરવાલ 22 એપ્રિલના કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતા. આ ઘટના બની ત્યારે આ દંપતી તેમના હનીમૂન પર હતું. જણાવી દઈએ કે હિમાંશી બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવની ભૂતપૂર્વ કોલેજ સાથી પણ છે.
મીડિયાના અહેવાલ મુજબ નિર્માતાઓ હિમાંશીને બોર્ડ પર લાવવાનું વિચારી રહ્યા છે, કારણ કે તેમનું માનવું છે કે તેની વ્યક્તિગત સ્ટોરી દર્શકોને ભાવનાત્મક રીતે જોડશે. નિર્માતાઓ એવા લોકોને શોમાં લાવવા માંગે છે, જે દર્શકો સાથે તાત્કાલિક જોડાય અને તેથી બિગ બોસ 19 માટે હિમાંશી નરવાલને બોર્ડ પર લાવવા માટે ચર્ચા થઈ રહી છે. જોકે, આ અંગે કોઈ પુષ્ટિ નથી.