મનોરંજન

બ્રેકઅપ પછી હિમાંશી ખુરાનાનું ટ્રાન્સફોર્મેશન: ટ્રોલર્સના નિશાને!

‘બિગ બોસ 13’થી લાઇમલાઇટમાં આવનાર હિમાંશી ખુરાનાનું આસીમ રિયાઝ સાથે બ્રેકઅપ થઈ ગયું. ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ પોતાના સંબંધોનો અંત લાવી દીધો. આસીમ સાથે બ્રેકઅપ થયા પછી અંગત જીવનમાં આવેલા ની જેમાં અભિનેત્રીએ પોતાનો લુક પણ સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. ચાહકો આ જોઈને ખૂબ ખુશ છે, પરંતુ કેટલાક લોકોને અભિનેત્રીનું આ પરિવર્તન બિલકુલ ગમ્યું નહીં.

‘બિગ બોસ 13’ દરમિયાન, હિમાંશીનું વજન થોડું વધ્યું હતું, જે અભિનેત્રીએ હવે ઘટાડી દીધું છે. ઘણા મહિનાઓની મહેનત પછી હિમાંશીએ પોતાનો લૂક બદલ્યો છે. હવે અભિનેત્રી ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાનું કર્વી ફિગર પ્રદર્શિત કરે છે. પણ ચાહકોને તેનો આ લુક ખાસ પસંદ પડ્યો નથી, એટલે આજકાલ એ ટ્રોલર્સનું ટાર્ગેટ બની છે. હિમાંશીનો આ લુક જોઈને હવે કેટલાક યુઝર્સ તેની મજાક ઉડાવી રહ્યા છે.

એક યુઝરે કમેન્ટ કરી, ‘તમે પહેલા સારા દેખાતા હતા. હવે તારું વજન ઘણું ઓછું થઈ ગયું છે..’ બીજાએ લખ્યું, ‘તમે અને આસીમ સાથે ખૂબ સારા દેખાતા હતા, પછી એવું શું થયું કે તમે અલગ થયા..’ જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, બંનેનું બ્રેકઅપ ધર્મના કારણે થયું હતું. તેમના બ્રેકઅપથી તેમના ચાહકોના દિલ તૂટી ગયા.

આપણ વાંચો સોનાક્ષી સિંહાની ‘નિકિતા રોય’ને થિયેટરમાં સ્ક્રીન નહીં મળી, નિર્માતાઓએ લીધો આ નિર્ણય…

હિમાંશી ખુરાનાનું નામ પંજાબી સિનેમાની લોકપ્રિય અને સમૃદ્ધ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. તે માત્ર ગાયકીમાં જ નથી ચમકી, પરંતુ ઘણી ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા પણ બતાવી છે. તેમના ઘણા ગીતોને સોશિયલ મીડિયા પર ઘણા વ્યૂઝ મળ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર પણ તેમની ચાહકોની સંખ્યા ખૂબ જ વધારે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button