11 કિલો વજન ઘટાડ્યું, શું થઈ ગયું છે ઐશ્વર્યાને?વાઈરલ ફોટો જોઈને ઉડી જશે હોંશ…

હેડિંગ વાંચીને તમે ચોંકી ઉઠ્યા ને? છેલ્લાં કેટલાક સમયથી બચ્ચન પરિવારમાં કંઈ પણ ઠીક નથી ચાલી રહ્યું એને કારણે તો ઐશ્વર્યાની આ હાલત થઈ ગઈ છે એવો વિચાર આવતો હોય તો અહીંયા બચ્ચન પરિવારના વહુરાણી ઐશ્વર્યા રાય-બચ્ચનની વાત નથી થઈ રહી. આ તો અહીં પંજાબી એક્ટ્રેસ હિમાંશી ખુરાનાની વાત થઈ રહી છે.
હિમાંશી ખુરાનાને પંજાબની ઐશ્વર્યા રાય તરીકે ઓળખવામાંં આવે છે, કારણ કે તેનો લૂક બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય સાથે મળતો આવે છે. હાલમાં સોશિયલ મીડિયા પર હિમાંશીનો લેટેસ્ટ લૂક ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેનું ગજબનું ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યું છે અને આ ટ્રાન્સફોર્મેશન જ ટોક ઓફ ધ ટાઉન બન્યું છે.
હિમંશાં ખુરાના હાલમાં જ એક એવોર્ડ ફંક્શનમાં હાજરી આપવા પહોંચી હતી. આ ઈવેન્ટમાં હિમાંશીનું ગજબનું ટ્રાન્સફોર્મેશન જોઈને ફેન્સ ચોંકી ગયા હતા અને આવું થાય પણ કેમ નહીં. હિમાંશીએ 11 કિલો વજન ઘડાડ્યું હતું. તેનું આ ગજબનું મેકઓવર સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યું છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ લૂકમાં હિમાંશી એકદમ ગોલ્ડન ગર્લ લાગી રહી છે. 33 વર્ષીય એક્ટ્રેસે જોલીપોલી કાઉચરનો સ્ટનિંગ ગાઉન પહેર્યો હતો. આ આઉટફિટમાં હિમાંશી એકદમ ગ્લેમરસ લાગી રહી હતી.
ગોલ્ડન સિક્વન સ્ટાર્સથી સજાવેલા આ ગાઉનના અપર પોર્શનને કોર્સેટની જેમ બોડી ફિટેડ બનાવવામાં આવ્યો હતો અને ઘૂંટણ નીચેથી તેને ફ્લેયર્સ આપવામાં આવી હતી. આ ગાઉન સ્ટોન વર્ક કરવામાં આવ્યું છે. સુંદર આઉટફિટ સાથે હિમાંશીએ મિનિમલ જ્વેલરી લૂક કેરી કર્યો હતો.
ફેન્સ હિમાંશીના આ ફોટો પર લાઈક્સ અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. અહીંયા તમારી જાણ માટે કે હિમાંશી ખુરાના પંજાબી એન્ટરટેઈન્ટમેન્ટ ઈન્ડસ્ટ્રીનું એક ખૂબ જ જાણીતું નામ છે. તેણે સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ-13મા ભાગ લીધો હતો. તમે પણ આ હિમાંશીના આ ફોટો ના જોયા હોય તો અહીં જ જોઈ લો…
આ પણ વાંચો…ફિલ્મોથી દૂર છતાં ઐશ્વર્યા રાય બચ્ચનની નેટવર્થ છે રૂ.900 કરોડ, એક ફિલ્મ માટે લે છે આટલા કરોડ…