વાહ બીગ બીઃ એક સમયે દેવામાં ડૂબેલા હતા ને હવે 82 વર્ષની ઉંમરે ઈન્કમ ટેક્સ ભરવામાં સૌથી આગળ

એક સમયે ટોચના સ્ટાર બન્યા બાદ અમિતાભ બચ્ચન એવા પટકાયા હતા કે અન્ય કોઈ માટે ફરી ઊભું થવું લગભગ અશક્ય હતું, પરંતુ બીગ બી રિયલ લાઈફમાં પણ હીરો નીકળ્યા અને આર્થિક ભીંસમાંથી બહાર નીકળી, દેવું ચૂકતે કર્યું અને 82 વર્ષની ઉંમરે પણ સૌથી વધારે પોપ્યુલર સ્ટાર બન્યા.આ વર્ષે તેમણે સૌથી વધારે કમાણી કરી અને સૌથી વધારે ઈન્કમટેક્સ ભર્યો.
બોલિવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનની કમાણી દિવસેને દિવસે વધી રહી છે. તેઓ ફિલ્મો સાથે રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કરીને કરોડો રૂપિયા કમાઈ રહ્યાં છે. પરંતુ જો વાત કરવામાં આવે તો કરદાતાઓની તો આ પહેલા અક્ષય કુમાર અને શાહરૂખ ખાન સૌથી વધારે ટેક્સ ભરતા હતાં, પરંતુ આ વખતે અમિતાભ બચ્ચને આ લોકોને પાછળ છોડી દીધા છે. 2024-25 માં ભારતીય સેલિબ્રિટીમાં અમિતાભ બચ્ચને સૌથી વધારે ઇન્કમ ટેક્સ ભર્યો છે.
આ પહેલાની વાત કરવામાં આવે તો, 2021-22માં સૌથી વધુ 29.5 કરોડનો ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી અક્ષય કુમાર હતો, જ્યારે શાહરૂખ ખાને 2023-24માં રૂ. 92 કરોડનો ટેક્સ ચૂકવ્યો હતો. પરંતુ આ વખતે 2024-25 માં અમિતાભ બચ્ચને ટેક્સ ભરવામાં પહેલા સ્થાને છે. અમિતાભ બચ્ચને આ નાણાકીય વર્ષમાં 120 કરોડ રૂપિયા ટેક્સ ભર્યો છે. આ વર્ષે અમિતાબ બચ્ચનની કમાણીની વાત કરવામાં આવે તો, ફિલ્મો, જાહેરાતો અને રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ હોસ્ટ કર્યો હતો જેનાથી 350 કરોડની આવક થઈ છે.
અમિતાભ બચ્ચને આ ઉંમરે પણ ઉત્સાહથી કામ કરી રહ્યાં છે. જાહેરાતો અને રિયાલિટી શો સાથે હજી પણ ફિલ્મોમાં કામ કરી રહ્યાં છે. 35 વર્ષ બાદ ફિલ્મ વેટ્ટિયનમાં રજનીકાંત સાથે પણ તેમણે કાણ કર્યું હતું. બોલિવુડની મોટી ફિલ્મ કલ્કી 2898 માં પણ તેઓ જોવા મળ્યા હતાં. આગામી સમયમાં પણ તેઓ આ ફિલ્મની સિક્વલમાં જોવા મળશે. આ દિવસોમાં તેઓ ‘કૌન બનેગા કરોડપતિ’ને લઈને ચર્ચામાં છે. તેની 16મી સિઝન તાજેતરમાં પૂરી થઈ છે.
આ પણ વાંચો…ડિવોર્સને લઈને Aishwarya Rai-Bachchan એ આપ્યું રિએક્શન, કહ્યું એ વિશે…
આગામી ફિલ્મની વાત કરવામાં આવે તો, બિગ બી અત્યારે કલ્કી 2898 એડી ની સિક્વલના શૂટિંગને લઈને પણ ચર્ચામાં રહ્યાં છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મનું શૂટિંગ બિગ-બીના કારણે મોડું થઈ રહ્યું છે. જો કે, આગામી મે મહિનામાં કલ્કીનું શૂટિંગ શરૂ થશે તેવું મીડિયા રિપોર્ટનું કહેવું છે. બિગ-બીના અભિનયને અત્યારે પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. લોકો હજી પણ બિગ-બીને મોટા પરદા પર જોવા માંગે છે. ફિલ્મ મેકર્સને પણ ખબર છે કે જો ફિલ્મમાં અમિતાબ બચ્ચન હશે તો ફિલ્મ ધૂમ કમાણી કરશે. અમિતાબ બચ્ચને આગામી ડ્રામા ફિલ્મ ‘સેક્શન 84’માં પણ જોવા મળશે.