આલિયા, કટરિના, કરીના…. કોણ સૌથી વધુ
બોલિવૂડમાં ઘણી અભિનેત્રીઓ છે. કેટલીક સફળ પણ છે જ્યારે કેટલીક આગળ આવવા માટે મહેનત કરી રહી છે. હાલમાં તો રશ્મિકા મંદાનાને નેશનલ ક્રશ તરીકે પાછળ મૂકી તૃપ્તી ડિમરીનું નામ બોલાઇ રહ્યું છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બોલિવૂડ અભિનેત્રીઓને કેટલું મહેનતાણું મળતું હશે? કદાચ નહીં. એ તો હકીકત છે કે બોલિવૂડમાં અભિનેતાઓને જેટલું મહેનતાણું મળે છે, એના કરતા અભિનેત્રીઓને ઘણુ ઓછું મહેનતાણું મળે છે. જોકે, એ માટે એવું કારણ આપવામાં આવે છે કે મોટા ભાગે બોલિવૂડની હિરોઇનના ફાળે ખાસ કંઇ કામ કરવાનું આવતું જ નથી. તેમણે ખાલી ગ્લેમરનો જ તડકો લગાવવાનો હોય છે. એ જે હોય તે પણ ચાલો આજે અમે તમને અભિનેત્રીઓના મહેનતાણા વિશે જણાવીએ.
પોતાની દમદાર એક્ટિંગ અને સુંદરતાથી લોકોના દિલ પર રાજ કરનાર દીપિકા પાદુકોણ બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી છે. અભિનેત્રી વર્ષ 2023 થી સતત બ્લોકબસ્ટર ફિલ્મો આપી રહી છે. પઠાણ, જવાન, ફાઇટર પછી વર્ષ 2024માં પણ અભિનેત્રીએ કલ્કી 2898 એડી જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપી છે. આ સાથે દીપિકાએ આલિયા ભટ્ટ, કરીના કપૂર અને કિયારા અડવાણીને પાછળ છોડીને બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. આ યાદીમાં આલિયા બીજા સ્થાને છે જ્યારે કરીના કપૂર ખાન ત્રીજા સ્થાને છે. દીપિકા પાદુકોણ 15થી 20 કરોડ રૂપિયાની ફી લે છે.
હવે આપણે આલિયા ભટ્ટની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી એણે પણ બ્લોક બસ્ટર ફિલ્મો આપીને પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. આલિયાએ ગંગુબાઈ કાઠિયાવાડી, RRR,ડાર્લિંગ્સ, બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન-શિવા અને રોકી ઔર રાની કી પ્રેમ કહાની જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપીને બોક્સ ઓફિસ પર મજબૂત પકડ બનાવી છે. આલિયા એક ફિલ્મ માટે 15 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આલિયા હવે જીગ્રા અને આલ્ફામાં જોવા મળશે.
આ પણ વાંચો : અભિનેતાના આ ડાયલૉગે એક સમયે રેલવેને કરી દીધી હતી હેરાન પરેશાન
કરીના કપૂર આ વર્ષે ફિલ્મ ક્રૂમાં જોવા મળી હતી. તેની સાથે તબ્બુ અને કૃતિ સેનન પણ જોવા મળ્યા હતા. સૌથી વધુ ફી લેનારી અભિનેત્રીઓની યાદીમાં બેબો ત્રીજા સ્થાને છે. કરીના કપૂર એક ફિલ્મ માટે 8-11 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. અભિનેત્રી હવે હંસલ મહેતાની ધ બકિંગહામ મર્ડર્સમાં જોવા મળશે.
સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓની યાદીમાં કટરિના કૈફ ચોથા સ્થાને છે. તે ફિલ્મ 8 થી 10 કરોડ રૂપિયા લે છે. જ્યારે પાંચમા નંબર પર શ્રદ્ધા કપૂર છે જે એક ફિલ્મ દીઠ 8 થી 10 કરોડ રૂપિયા લે છે. કૃતિ સેનન, તાપસી પન્નુ, કિયારા અડવાણી અને કંગના રનૌત પણ ફિલ્મ દીઠ 8થી 10 કરોડ રૂપિયા જ ચાર્જ કરે છે.