હેં! આ Famous, Handsome Actorએ Instagram પરથી ડિલીટ કર્યા Wedding Photos….

Bollywood’s Bajirao-Mastani Ranveer Singh- Deepika Padukoneના જીવનમાં ટૂંક સમયમાં જ નવા મહેમાનની એન્ટ્રી થવા જઈ રહી છે. ટૂંક સમયમાં જ કપલ પોતાના પહેલાં બાળકને જન્મ આપવા જઈ રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે રણવીરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પોતાના તમામ ફોટો ડિલિટ કરી દીધા છે. રણવીરે આવું કેમ કર્યું એના વિશે તો જાણી શકાયું નથી, પરંતુ તેની આ હરકતને કારણે સોશિયલ મીડિયા પર જાત જાતની ચર્ચાઓ થઈ રહી છે.
રણવીર સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી દીપિકા સાથેના લગ્નના તમામ ફોટો ડિલીટ કરી દીધા છે જેને કારણે સેલેબ્સ અને ફેન્સ એકદમ કન્ફ્યુઝ થઈ ગયા છે. ઈન્સ્ટાગ્રામ પર રણવીર સિંહની વોલ પર 133 પોસ્ટ જોવા મળી રહી છે. તેણે જાન્યુઆરી, 2023 પહેલાંની તમામ પોસ્ટ ડિલીટ કરી નાખી છે.
જો તમે પણ રણવીર સિંહની પ્રોફાઈલ સ્ક્રોલ કરશો તો છેલ્લી પોસ્ટ એક બ્રાન્ડની જાહેરાત છે. જોકે, આ પહેલાની તમામ પોસ્ટ એક્ટરે કેમ ડિલીટ કર્યા એ સમજવાનું જરા અઘરું છે. રણવીર સિંહ અને દીપિકા પદૂકોણના લગ્ન 14મી નવેમ્બર, 2018માં થયા હતા. આ લગ્નમાં બંને પરિવારના નજીકના લોકો જ સામેલ થયા હતા.
સાઉથ ઈન્ડિયન અને સિંધી રીત-રિવાજોથી રણવીર અને દીપિકા પદૂકોણના લગ્ન થયા હતા. મીડિયાથી દૂર બંને જણ પોતાના સ્પેશિયલ ડેને એન્જોય કરતાં જોવા મળ્યા હતા. સપ્ટેમ્બર, 2024માં દીપિકા પદૂકોણ અને રણવીર સિંહ પોતાના પહેલાં સંતાનને આવકારવા જઈ રહ્યા છે અને એવું કહેવાઈ રહ્યું છે કે હાલમાં બંને જણ બેબીમૂન પર છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં થોડા સમય પહેલાં જ રણવીર અને દીપિકા પદૂકોણ રોહિત શેટ્ટીની સિઁઘમ સિરિઝની ફિલ્મ માટે શૂટ કરતાં જોવા મળ્યા હતા. એ સમયે એક્ટ્રેસ પ્રેગ્નન્સી બાદ પણ ફિલ્મ માટે એક્શન સીન શૂટ કરી રહી હતી.