હેરાફેરી-3ઃ ફરી દર્શકોને હસાવવા આવશે બાબુરાવ ગણપતરાવ આપ્ટે?

બાબુરાવ ગણપતરાવ આપ્ટે આ નામ સાંભળીને તમને હસવું આવી જશે. ફિલ્મ હેરાફેરી (Heraferi)માં પરેશ રાવલે આ પાત્રમાં એટલો જો જીવ ભર્યો તો કે તે હંમેશાં માટે જીવંત થઈ ગયું છે. હિન્દી સિનેમાની ઘણી એવરગ્રીન ક્લાસિક ફિલ્મોમાંની એક ફિલ્મ છે હેરાફેરી. પ્રિયદર્શનની આ ફિલ્મ બે સિરિઝમાં આવી ચૂકી છે. ખૂબ જ સુંદર રીતે લખાયેલી, હળવી અને ઉત્કૃષ્ટ અભિનયવાળી આ ફિલ્મ વારંવાર જોવાનું પણ દર્શકો પસંદ કરે છે.
વર્ષ 2000માં આવેલી આ ફિલ્મની સિક્વલ ફિર હેરાફેરી પણ દર્શકોને ગમી હતી. ત્યારે હવે ડિરેક્ટર પ્રિયદર્શને જાહેરાત કરી છે કે તેઓ આવતા વર્ષથી એટલે કે 2026થી હેરાફેરી-3ની સ્ક્રીપ્ટ લખવાનું શરૂ કરશે. તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હેરાફેરી થ્રી લખવાની શરૂઆત હું આવતા વર્ષથી કરીશ. તેમણે એમ પણ જણાવ્યું કે આ કામ ઘણું અઘરું છે. કારણ કે લોકોની અપેક્ષા ઘણી ઊંચી હશે અને તે પ્રમાણે ફિલ્મ બનાવવાની હોય છે.
આ પણ વાંચો: સિકંદરને ઈદી મળીઃ ઇન્ટરનેશનલ કલેક્શનમાં છાવાને પાછળ છોડી, હવે ટકી રહેવું મુશ્કેલ…
2000ની ફિલ્મ અચાનક દર્શકો સામે આવી હતી. આ ફિલ્મ માઉથ પબ્લિસિટીથી ચાલી હતી અને સુપરહીટ નિવડી હતી. કૉમેડી ફિલ્મોની અલગ જ પ્રકારની સિરિઝ આ ફિલ્મ બાદ શરૂ થઈ હતી. પ્રિયદર્શનની હેરાફેરીની બે સિરિઝ ઉપરાંત ચૂપકે ચૂપકે, હંગામા, માલામાલ વિકલી જેવી ફિલ્મોએ ખૂબ જ સારો દર્શકવર્ગ મેળવ્યો છે.
હેરાફેરીએ પરેશ રાવલ ઉપરાંત સુનીલ શેટ્ટી અને અક્ષય કુમારને પણ કૉમેડી કિંગ સાબિત કર્યા હતા. જોકે હજુ તો સ્ક્રીપ્ટિંગ આવતા વર્ષથી શરૂ થવાનું છે ત્યારે ફિલ્મ ક્યારે બનીને દર્શકોને જોવા મળશે તે ખબર નથી, પરંતુ આજથી જ હેરાફરી-3ની રાહ ફિલ્મરસિયાઓ જોવાનું શરૂ કરી દેશે, તે નક્કી છે.