Hema Maliniએ એવું તે શું કર્યું કે લોકોએ કહ્યું આ તો Jaya Bachchanની બેન છે…
બોલીવૂડની દિગ્ગજ અદાકારા અને કરોડો ફેન્લની દિલની ધડકન એવા હેમા માલિની (Hema Malini)ની ફેન ફોલોઈંગ ખૂબ જ તગડી છે. હેમા માલિની આજે પણ પોતાની સુંદરતાથી ફેન્સના દિલ ધડકાવે છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક્ટ્રેસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેણે કંઈક એવું કર્યું હતું લોકોએ હેમા માલિનીની સરખામણી જયા બચ્ચન (Jaya Bachchan) સાથે કરી નાખી હતી. આવો જોઈએ આખરે એવું શું કર્યું હેમા માલિનીએ…
વાત જાણે એમ છે કે હેમા માલિની ગઈકાલે એક ઈવેન્ટમાં પહોંચ્યા હતા. આ ઈવેન્ટ પર પોતાની ડ્રીમ ગર્લને જોઈને ફેન્સ બેકાબુ થાય એ સ્વાભાવિક છે અને તેમની સાથે સેલ્ફી ક્લિક કરવા માટે ઉતાવળા થાય છે. 21મી ઓગસ્ટના એક ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચેલા હેમા માલિનીની એક ફેન એમની સાથે ફોટો ક્લિક કરાવવા માટે પહોંચી હતી. દરમિયાન ફેન તેમના ખભા પર હાથ મૂકવા જાય છે પરંતુ આ વાતથી હેમા માલિની એકદમ અસહજ થઈ જાય છે અને તે ફેન્સ પર ગુસ્સો કરી બેસે છે. હેમા માલિનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ એના પર જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે.
વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં ફેન્સ જ્યારે હેમા માલિનીના ખભા પર હાથ મૂકે છે. આ જોઈને હેમા માલિનીએ તરત જ એનો હાથ હટાવી દે છે અને કહે છે કે હાથ ના લગાવશો, હાથ નહીં…આ વીડિયો જોઈને કેટલાક ફેન્સ એક્ટ્રેસને સપોર્ટ કરી રહ્યા છે તો કેટલાક લોકો હેમા માલિનીની આ હરકત પર ગુસ્સો પણ કરી રહ્યા છે અને એમના ટોનને વખોડી કાઢ્યો છે.
આ પણ વાંચો : ‘મારી સાથે ક્યારેય રોમેન્ટિક નહોતા…’ અમિતાભ સાથેના સંબંધો પર આ શું બોલ્યા જયા બચ્ચન!
એક યુઝરે લખ્યું છે કે આખી જિંદગી અલગ અલગ એક્ટર્સ સાથે કામ કર્યું, અને હવે મહિલાના ટચથી જ સમસ્યા થઈ રહી છે. બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે જયા બચ્ચન અને હેમા માલિની બંને ખૂબ જ ઘમંડી છે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે ભૂલ તો લોકોની છે, જાય જ શું કામ છે આવા લોકો પાસે ફોટો ક્લિક કરાવવા માટે પહોંચી જાય છે. લોકો હેમા માલિનીની આ વર્તનને કારણે તેમની સરખામણીએ જયા બચ્ચનની સાથે કરી નાખી છે