ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ હેમા માલિનીએ કેમ જોઈ નથી, અભિનેત્રીએ પહેલીવાર તોડ્યું મૌન

મુંબઈ: હિન્દી સિનેમાના ‘હી-મેન’ ધર્મેન્દ્રના નિધન બાદ તેમની પત્ની અને અભિનેત્રી હેમા માલિની હજુ પણ શોકમાં ડૂબેલા છે. તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં હેમાજીએ સ્વીકાર્યું હતું કે તેઓ હજુ પણ ધર્મેન્દ્રની યાદોમાંથી બહાર આવ્યા નથી. ધર્મેન્દ્ર સાથે વિતાવેલી ક્ષણો અને તેમના અંતિમ દિવસો વિશે વાત કરતા જણાવ્યું હતું કે ધર્મેન્દ્રની ગેરહાજરી પણ તેમને વર્તાઈ રહી છે.
કેમ જોઈ નહીં શકે ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ?
જ્યારે હેમા માલિનીને પૂછવામાં આવ્યું કે શું તેમણે ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઇક્કીસ’ જોઈ છે? ત્યારે તેમણે ભાવુક થઈને જવાબ આપ્યો કે, “હું અત્યારે આ ફિલ્મ જોવાની હિંમત કરશે નહીં. તે મારા માટે અત્યંત ભાવુક ક્ષણ હશે. તેમણે કહ્યું કે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેઓ મથુરામાં હતા અને તેમની દીકરીઓ પણ અત્યારે આ ફિલ્મ નહીં જોવાની સલાહ આપી હતી. હેમાજીના મતે તેઓ આ ફિલ્મ જોવા માટે થોડા સમય પછી વિચારશે.
ધર્મેન્દ્રના નિધન બાદ સોશિયલ મીડિયા અને મીડિયામાં એવી અફવાઓ ઉડી હતી કે હેમા માલિની અને ધર્મેન્દ્રના પહેલી પત્નીના પુત્રો (સની દેઓલ અને પરિવાર) વચ્ચે અણબનાવ છે. આ અંગે હેમાજીએ મૌન તોડતા કહ્યું કે અમારો સંબંધ હંમેશાં પ્રેમભર્યા રહ્યા છે અને આજે પણ એવા જ છે. ખબર નહીં કેમ લોકો ગૉસિપ કરવામાં રસ લે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પરિવારમાં કોઈ તિરાડ નથી અને તેઓ એકબીજાની ખૂબ જ નજીક છે. તેમણે અફવા ફેલાવનારાઓને કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા આપવાનો પણ ઈન્કાર કર્યો હતો.
નોંધનીય છે કે, ધર્મેન્દ્રનું નિધન 24 નવેમ્બર 2025ના 89 વર્ષની વયે મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને થયું હતું. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેઓ ઘરે જ મેડિકલ હેલ્પ હેઠળ હતા. 25 નવેમ્બરે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર બોલીવુડ અને ચાહકોએ ભારે હૈયે તેમને વિદાય આપી હતી.
આપણ વાંચો: કોણ છે દિશા પટનીનો રુમર્ડ બોયફ્રેન્ડ? તમે ન જોયો હોય તો જોઈ લો…



