શરુઆતના વર્ષોમાં સંઘર્ષ કર્યો, ને કાસ્ટિંગ કાઉચનો અનુભવઃ હેલી શાહે કર્યો ચોંકાવનારો દાવો…

હેલી શાહ લોકપ્રિય ટીવી અભિનેત્રીઓમાંની એક છે. તાજેતરમાં તેણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જે જાણીને તમે દંગ રહી જશો. હેલી શાહે તાજેતરમાં જણાવ્યું હતું કે તેને તેની કારકિર્દીની શરૂઆતમાં 2-3 વર્ષ સુધી ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. આ સમય દરમિયાન તેને કાસ્ટિંગ કાઉચનો પણ અનુભવ થયો હતો.
મીડિયા સાથે વાત કરતા હેલીએ કહ્યું કે તેની કારકિર્દીની શરૂઆતમાં તે તેની માતા સાથે એક શો માટે ઓડિશન આપવા માટે ગઈ હતી. તે દરમિયાન, તેની સાથે એક ઘટના બની હતી. જોકે, હેલીએ શોનું નામ જાહેર કર્યું નહોતું.

જોકે, તેણે કહ્યું હતું કે તે સમયે તે ખૂબ જ લોકપ્રિય શો હતો. હેલીએ જણાવ્યું કે તે ઓડિશન માટે ગઈ હતી. ત્યારે કાસ્ટિંગ ડિરેક્ટરે તેની માતા સામે ઈશારામાં પૈસા વિશે વાત કરવાનું શરૂ કર્યું. જોકે આ સંપૂર્ણપણે કાસ્ટિંગ કાઉચ નહોતું, પરંતુ તે વિચિત્ર અને ડરામણું હતું. હું આ વાત કોઈને કહેવા પણ માંગતી નહોતી.
જો તેણે સીધું કહ્યું હોત કે તે એજન્સી ફી તરીકે 10 ટકા લેશે, તો અમે તે ચૂકવી દેત. પરંતુ તેનું વર્તન ખૂબ જ વિચિત્ર હતું. તે માણસનું વર્તન ખૂબ શંકાસ્પદ લાગતું હતું. કદાચ મારી માતા ત્યાં હાજર હોવાથી, તેણે મર્યાદામાં રહીને વાત કરી પણ જો હું એકલી હોત તો તે કંઈ પણ કરી શક્યો હોત. હેલીએ કહ્યું કે અમે ઓફિસમાંથી બહાર નીકળ્યા ત્યારે મને ખૂબ ડર લાગતો હતો. હું ધ્રૂજતી હતી. ત્યારે હું આ ઉદ્યોગમાં નવી હતી અને મને સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે.
આ પણ વાંચો…ઓહ નો અડધી રાતે આ હાલતમાં એરપોર્ટ પર દેખાઈ એક્ટ્રેસ, વીડિયો થયો વાઈરલ…