Helena Luke, Mithun Chakraborty's Ex-Wife, Passes Away
મનોરંજન

મિથુન ચક્રવર્તીની પહેલી પત્નીનું નિધન, ગુજરાતી રંગભૂમિ સાથે હતો ખાસ સંબંધ

મુંબઈ: 1970-80ના દાયકાની બોલિવૂડની જાણીતી અભિનેત્રી હેલેના લ્યુકે (Helena Luke) આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું છે. હેલેના લ્યુક બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)ની પહેલી પત્ની હતી. પ્રખ્યાત ડાન્સર અને અભિનેત્રી કલ્પના અય્યરે હેલેના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. રવિવાર, 3 નવેમ્બર, 2024 ના રોજ અમરિકામાં હેલેનાનું અવસાન થયું. બોલિવૂડ ઉપરાંત હેલેના ગુજરાતી રંગભૂમિ સાથે જોડાયેલી હતી. અહેવાલ મુજબ તાજેતરમાં તેમની તબિયત સારી નહતી રહેતી, પરંતુ તેમણે સારવાર લેવાની મનાઈ કરી હતી.

Also read: તો… મારા પપ્પાએ આત્મહત્યા કરી લીધી હોતઃ રિદ્ધિમા આમ કેમ બોલી

બોલિવૂડ કારકિર્દી:
હેલેનાને અમિતાભની હિટ ફિલ્મ ‘મર્દ’થી લોકપ્રિયતા મળી હતી. આ ફિલ્મમાં બ્રિટિશ રાણીનું પાત્ર નિભાવ્યું હતું. આ સિવાય તે બીજી ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો હતો, જેમાં ‘આઓ પ્યાર કરે’, ‘દો ગુલાબ’ અને ‘સાથ સાથ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

ગુજરાત સાથે ખાસ નાતો:
હિન્દી ફિલ્મોમાં અગ્રેજી મહિલાઓનું પાત્ર ભજવતી હેલેનનાના માતા ગુજરાતી હતા અને પિતા વિદેશી હતાં, હેલેનાનો જન્મ સુરતમાં થયો હતો. હિન્દી ફિલ્મો ઉપરાંત હેલેનાએ ગુજરાતી રંગભૂમિમાં પણ કામ કર્યું હતું. કાંતિ મડિયા દિગ્દર્શિત “ષડ્યંત્ર”, “સખારામ બાઈન્ડર”, “હેલ્લો ડાર્લિંગ”, તેમજ દિન્યાર કોન્ટ્રાકટરના પારસી ગુજરાતી નાટકોમાં હેલેનાએ અભિનય કર્યો હતો.

મિથુન ચક્રવર્તી સાથે નિષ્ફળ લગ્નજીવન:
હેલેનાએ બોલિવૂડ દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રી સારિકા સાથેના બ્રેકઅપ બાદ મિથુન ચક્રવર્તી હેલેના લ્યુકને મળ્યા હતા. 1979માં થયેલા લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને એ જ વર્ષે છૂટાછેડા થઇ ગયા. લગ્નના 4 મહિના બાદ હેલેના અને મિથુન અલગ થઇ ગયા. ત્યાર બાદ મિથુને યોગિતા બાલી સાથે લગ્ન કર્યા. તે સમયે મિથુન તેની કારકિર્દીની ટોચ પર હતો. એક ઈન્ટરવ્યુમાં હેલેના લ્યુકે કહ્યું હતું કે તે આ લગ્નથી ખુશ નથી. મિથુને તેનું બ્રેઈનવોશ કર્યું હતું.

Also read: ક્યારેક દિવસમાં 100 સિગરેટ પી જતાં Shah Rukh Khan એ છોડ્યું સ્મોકિંગ, 59મા બર્થ ડે પર કરી જાહેરાત…

હેલેના ઘણા વર્ષોથી ન્યૂયોર્કમાં રહેતી હતી અને ફિલ્મો છોડ્યા બાદ હેલેના ડેલ્ટા એરલાઈન્સમાં ફ્લાઈટ એટેન્ડન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લા 25-30 વર્ષથી તેઓ અમેરિકા ખાતે સ્થાયી થયા હતા.

Back to top button