Breast Cancer ડિટેક્ટ થયા બાદ બ્રાઈડલ દુલ્હન બની આ ટીવી એક્ટ્રેસ? શું છે Viral Videoનું સત્ય…
ટીવીની સંસ્કારી બહુનો રોલ કરીને દર્શકોના દિલ પર રાજ કરનારી એક્ટ્રેસ હિના ખાન (Heena Khan)હાલમાં તેના હેલ્થ ઈશ્યુને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં છે. એક્ટ્રેસને થોડાક સમય પહેલાં જ બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું હતું પરંતુ તેણે જે હિંમતથી આ મુશ્કેલીનો સામનો કર્યો છે એ જોતા તે કરોડો કેન્સર પેશન્ટ માટે એક પ્રેરણાસ્રોત બનીને ઊભરી આવી છે. હાલમાં જ એક્ટ્રેસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે બ્રાઈડલ લૂકમાં જોવા મળી રહી છે. આ જોઈને ફેન્સ મૂંઝાઈ ગયા છે. ચાલો તમને આ ફોટો પાછળની સચ્ચાઈ જણાવીએ-
આ પણ વાંચો: ‘જાણુ છું મને કેન્સર છે, પણ… ‘ઇવેન્ટ બાદ હૉસ્પિટલ પહોંચેલી હિના ખાનનો ઇલાજ શરૂ, શેર કર્યો વીડિયો
વાત જાણે એમ છે કે બ્રેસ્ટ કેન્સર સ્ટેજ-3 ડિટેક્ટ થયું હતું અને સારવાર વચ્ચે પણ એક્ટ્રેસ પોતાના વર્ક કમિટમેન્ટને લઈને કટિબદ્ધ છે. આ જ સિલસિલામાં તે અમદાવાદ પહોંચી હતી. આ સમયે હિના ખાન બ્રાઈડલ લૂકમાં જોવા મળી હતી અને રેમ્પ પર તેણે રેમ્પ વોક પર કર્યું હતું. રેમ્પ વોક કરતી વખતે હિના ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેના ચહેરા પર આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો હતો.
હિના ખાને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ બ્રાઈડલ લૂકનો વીડિયે શેર કર્યો હતો અને પપ્પાએ કહેલી વાત શેર કરી હતી. હિના ખાને લખ્યું હતું કે પપ્પા હંમેશા કહેતા હતા કે ડેડીઝ સ્ટ્રોન્ગ ગર્લ, ક્યારેય ક્રાય બેબી ના બનીશ. દરેક મુશ્કેલીનો સામનો હિંમત કરી છે. એટલે મેં પણ પરિણામની ચિંતા છોડીને એ જ વાતો પર ધ્યાન કેન્દ્રિત કરું છું જે મારા કન્ટ્રોલમાં છે. સહેલું નથી, પણ હું હંમેશા મારી જાતને કહું છું કે આગળ વધતી રહે હિના…
આ પણ વાંચો: કેન્સરની ચિંતા છોડી હિના ખાને એન્જોય કર્યો Me Time, શેર કરી તસવીરો
ફેન્સને પોતાની આ ફેવરેટ એક્ટ્રેસનો અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. બ્યુટીફૂલ આઉટફિટ અને લૂક સાથે એક્ટ્રેસની મિલિયન ડોલર સ્માઈલે લોકોના દિલ ચોરી લીધા હતા. ફેન્સના આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરી કરીને તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ છે અસલી શેર ખાન. બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે તું ખૂબ જ ઈન્સપાયરિંગ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ હિના ખાન ગણેશ પૂજા દરમિયાન એક્તા કપૂરના ઘરે જોવા મળી રહી હતી. ફેન્સ એ સમયે પણ તેને આ રીતે જોઈને એકદમ ખુશ થઈ ગયા હતા અને તેને આરામ કરવાની સલાહ આપી હતી.