
મુંબઈઃ હર્ષવર્ધન રાણે અને પાકિસ્તાની અભિનેત્રી માવરા હોકેરની સનમ તેરી કસમ ફિલ્મે જ્યારે રિલિઝ થઈ ત્યારે કઈ વધારે કમાણી નહોતી કરી શકી. આ ફિલ્મ 2016માં રિલિઝ થઈ ત્યારે ફ્લોપ સાબિત થઈ હતી એ વખતે માત્ર 9 કરોડની કમાણી કરી શકી હતી. પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે ફરી રિલિઝ કરવામાં આવી ત્યારે ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી અને બોક્સ ઓફિસ પર રૂપિયા 40 કરોડની કમાણી કરી હતી. પહેલા ફ્લોપ ગઈ રહી પરંતુ બીજી વાર રિલિઝ કરવામાં આવી ત્યારે તે સુપરહિટ સાબિત થઈ હતી.
ઓપરેશન સિંદૂર બાદ હવે બોલિવુડ અભિનેતાનો ચોંકાવનારો નિર્ણય
મહત્વની વાત એ છે કે, હવે આ ફિલ્મની સિક્વલ બનાવવાની મેકર્સ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ઓપરેશન સિંદૂર બાદ હવે બોલિવુડ અભિનેતાએ પોતાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે અને કહ્યું છે કે તે ‘સનમ તેરી કસમ 2’નો ભાગ નહીં બને. તેના કારણે દર્શકોમાં હવે નિરાશા વ્યાપી રહી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી સ્થિતિને મુદ્દે હર્ષવર્ધન રાણેએ આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી.
સનમ તેરી કસમ ભાગ 2 નો ભાગ બનવાનો આદરપૂર્વક ઇનકાર
હર્ષવર્ધને ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરતા લખ્યું કે, ‘જોકે હું ખૂબ જ ખુશ અને આભારી છું, પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને મારા દેશ વિશે કરવામાં આવેલી ખોટી ટિપ્પણીઓ વાંચ્યા પછી, જો અગાઉના કલાકારોનું પુનરાવર્તન થવાની કોઈ શક્યતા હોય તો મેં સનમ તેરી કસમ ભાગ 2 નો ભાગ બનવાનો આદરપૂર્વક ઇનકાર કરવાનો નિર્ણય લીધો છે’.
નોંધનીય છે કે, પાકિસ્તાની અભિનેત્રી માવરા હોકરે ઓપરેશન સિંદૂરની નિંદા કરી હતી. માવરાએ આ પાકિસ્તાન પર ભારતની આ કાર્યવાહીને કાયરતાપૂર્વકને હુલમો કહ્યો હતો. માવરાએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, ‘હું પાકિસ્તાન પર ભારતના કાયરતાપૂર્ણ હુમલાની સખત નિંદા કરું છું. નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. અલ્લાહ આપણા બધાનું રક્ષણ કરે અને આપણને બુદ્ધિ આપે’. ભારતે આતંકવાદીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા હતા પરંતુ પાકિસ્તાનીઓની પોસ્ટ જોતા એવું લાગે છે કે, ત્યાના લોકોને આતંકવાદીઓ સાથે હમદર્દી છે. જેથી હર્ષવર્ધન રાણેએ લીધેલો નિર્ણય એકદમ યોગ્ય હોવાનું લોકોએ કહી રહ્યાં છે.