પવન કલ્યાણની ફિલ્મ હરિ હર વીરા મલ્લુની કમાણીમાં ધરખમ ઘટાડો! જુઓ આ આંકડા...

પવન કલ્યાણની ફિલ્મ હરિ હર વીરા મલ્લુની કમાણીમાં ધરખમ ઘટાડો! જુઓ આ આંકડા…

મુંબઈઃ પવન કલ્યાણની નવી ફિલ્મ ‘હરિ હર વીરા મલ્લુ’એ પહેલા દિવસે જ બંપર કમાણી કરી છે. આ ફિલ્મની શરૂઆત ખૂબ જ સારી થઈ છે. પરંતુ બીજા દિવસે લોકોએ આ ફિલ્મમાં થોડી ઓછી રૂચિ દાખવી હતી. જેથી બોક્સ ઓફિસ કમાણીમાં પણ અસર થઈ રહી છે, છતાં પણ આ ફિલ્મે અત્યાર સુધીમાં 50 કરોડ રૂપિયાનો વેપાર કરી લીધો છે.

બીજા દિવસે માત્ર 8.79 કરોડ રૂપિયાની કમાણી કરી
બોબી દેઓલ અને પવન કલ્યાણની આ ફિલ્મે બીજા દિવસે બોક્સ ઓફિસ પર માત્ર 8.79 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જે પહેલા દિવસ કરતા ઘણી ઓછી છે. જો કે. ટોટલ કમાણી તો 55.50 કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. પહેલા દિવસે સારી એવી કમાણી કરી હતી, જેથી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ ચાલશે તેવું લાગી રહ્યું હતું પરંતુ બીજા દિવસના કમાણીના આંકડા નિરાશાજનક રહ્યાં છે.

‘હરિ હરા વીરા મલ્લુ’ ફિલ્મની હાલત થઈ ‘ગેમ ચેન્જર’ જેવી
‘હરિ હરા વીરા મલ્લુ’ ફિલ્મે સમગ્ર પ્રદેશમાં સરેરાશ 21.71% થિયેટર ઓક્યુપન્સી નોંધાવી હતી. સવારના શોમાં 17.75%, બપોરના શોમાં 20.17% અને સાંજના શોમાં 27.21% હાજરી જોવા મળી હતી. ‘હરિ હરા વીરા મલ્લુ’ ફિલ્મની હાલત રામ ચરણની ફિલ્મ ‘ગેમ ચેન્જર’ જેવી જ થઈ ગઈ છે. કારણે તે ફિલ્મે પણ પહેલા દિવસે 51 કરોડની કમાણી કરી હતી. પરંતુ પછી તેની કમાણીમાં ઘટાડો થવા લાગ્યો હતો. હવે જોવાનું એ રહે છે. ‘હરિ હરા વીરા મલ્લુ’ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવી કમાણી કરી બતાવી છે. આ વીકેન્ડ તેના માટે કેટલો ફાયદાકારક કહે છે તે કમાણીના આંકડા આવ્યાં બાદ જાણવા મળશે.

આ ફિલ્મની કહાણી કેવી છે?
‘હરિ હરા વીરા મલ્લુ’ ફિલ્મમાં મુખ્ય પાત્રમાં પનવ કલ્યાણ છે. તેની સાથે બોબી દેઓલ અને નિધિ અગ્રવાલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યાં છે. આ ફિલ્મની કમાણી વીરા મલ્લુના સાહસની છે. વીરા મલ્લુ તે મુઘલ સમ્રાટ ઔરંગઝેબનો સામનો કરે છે. તે પ્રખ્યાત કોહિનૂર હીરાની શોધમાં છે. ફિલ્મની કહાની દમદાર છે પરંતુ લોકોને ખાસ પસંદ આવી નથી. જેથી કમાણીના આંકડા ઘટી રહ્યાં છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button