પવન કલ્યાણની હરિ હરા વીરા મલ્લુ ફિલ્મે છાવા અને સૈયારાને પછાડી! જાણો કમાણીના આંકડા | મુંબઈ સમાચાર

પવન કલ્યાણની હરિ હરા વીરા મલ્લુ ફિલ્મે છાવા અને સૈયારાને પછાડી! જાણો કમાણીના આંકડા

મુંબઈઃ સાઉથના સુપરસ્ટાર અને આંધ્રપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણની નવી ફિલ્મ ‘હરિ હરા વીરા મલ્લુ’ 24મી જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ‘હરિ હરા વીરા મલ્લુ’ ફિલ્મે રિલીઝ પહેલા જ એડવાન્સ બુકિંગમાં પોતાનું આખુ બજેટ રિકવર કરી લીધું છે. અત્યારે બોક્સ ઓફિસ પર પણ આ ફિલ્મ ધમાલ મચાવી રહી છે. બોક્સ ઓફિસ પર અત્યારે ‘સૈયારા’ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મને ટક્કર આપવા માટે પવન કલ્યાણની ‘હરિ હરા વીરા મલ્લુ’ રિલીઝ થઈ ગઈ છે. પવન કલ્યાણની ફિલ્મે કમાણી મામલે ‘સૈયારા’ અને વિક્કી કૌશલની ‘છાવા’ને પણ ટક્કર આપી છે.

ઓપનિંગ દિવસે 31.50 કરોડ રૂપિયા છાપી લીધા

‘હરિ હરા વીરા મલ્લુ’ ફિલ્મે રિલીઝ થતા જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવાનું શરૂ કરી દીધું છે. આ ફિલ્મે રિલીઝના એક દિવસ પહેલા ભારતમાં તેના પ્રીમિયરમાં 12.07 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારબાદ ગુરુવારે ઓપનિંગ દિવસે 31.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે ટોટલ 44.20 કરોડની કમાણી તો કરી લીધી છે. મહત્વની વાત એ છે કે, જો પ્રીમિયરની કમાણીને બાદ કરીએ તો પણ ‘છાવા’ અને ‘સૈયારા’ ફિલ્મ કરતા વધારે કમાણી સાથે શરૂઆત કરી છે.

આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણે કામ કર્યું છે. સાઉથની મોટાભાગની ફિલ્મોમાં એક અદ્ભૂત કહાણી હોય છે. એટલે કમાણી મામલે સાઉથની ફિલ્મનો ટક્કર આપવા માટે બોલિવુડે ઘણી મહેનત કરવી પડતી હોય છે. વિક્કી કૌશલની ફિલ્મ ‘છાવા’ 14મી ફેબ્રુઆરી 2025ની રોજ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પહેલા દિવસે 31 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

પહેલા દિવસની કમાણીમાં 2025નો રેકોર્ડ તોડ્યો

અહાન પાંડે અને અનિત પદ્દાની ફિલ્મ ‘સૈયારા’ની વાત કરવામાં આવે તો આ ફિલ્મે પહેલા દિવસે 21.5 કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો. ‘છાવા’ અને ‘સૈયારા’ બંને ફિલ્મોનું પહેલા દિવસનું કલેક્શન પવન કલ્યાણની ફિલ્મ ‘હરિ હરા વીરા મલ્લુ’ ના પહેલા દિવસના કલેક્શન કરતા ઓછું છે. આ ફિલ્મે પહેલા દિવસની કમાણીમાં 2025નો રેકોર્ડ તોડી નાખ્યો છે. પહેલા દિવસે ધૂમ કમાણી કરી છે, જેથી આગામી દિવસોમાં પણ બંપર કમાણી થાય તેવી આશાઓ સેવાઈ રહી છે.

આ પણ વાંચો…વર્ષ 2025-2026 રહેશે રોમાન્ટિકઃ સૌયારા બાદ આ લવસ્ટોરી પર થિયેટરોમાં આવશે…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button