
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવતો રહે છે. નતાસા સ્ટેનકોવિક સાથેના ડિવોર્સ બાદ હાર્દિકનું નામ અલગ અલગ છોકરીઓ સાથે ચર્ચાતું રહે છે અને હાલમાં જ બોલીવૂડ એક્ટ્રેસ ઈશા ગુપ્તાએ પણ હાર્દિક પંડ્યા સાથેના પોતાના અફેયરને લઈને ખુલાસો કર્યો હતો. ઈશાએ કરેલો ખુલાસો સાંભળીને તે પણ ચોંકી ઉઠશો. આનો ઈશાએ પોતાના અને હાર્દિકના સંબંધો વિશે શું કહ્યું છે-
ઈશા ગુપ્તા ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથેના પોતાના સંબંધો વિશે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે બંનેનો સંબંધ ડેટિંગ પર પહોંચતા પહેલાં જ પૂરો થઈ ગયો હતો. જોકે, આ પહેલી વખત નથી કે હાર્દિકનું નામ કોઈ એક્ટ્રેસ કે છોકરી સાથે જોડાયું હોય. હાર્દિકનું નામ અત્યાર સુધી ઉર્વશી રૌતેલાથી લઈને અનન્યા પાંડે સુધીની એક્ટ્રેસનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: હાર્દિક પંડ્યાને છૂટાછેડા આપ્યા પછી નતાશા સ્ટેનકોવિક શું કરે છે, જુઓ તસવીરો…
હાર્દિક પંડ્યાએ સાઈબેરિયન એક્ટ્રસ નતાશા સ્ટેનકોવિક સાથે 2020માં લગ્ન કર્યા હતા અને બંનેને એક દીકરો પણ છે અગત્સ્ય. લગ્નના ચાર વર્ષમાં જ હાર્દિક અને નતાસાએ ડિવોર્સ લઈ લીધા હતા અને હવે બંને જણ સાથે મળીને દીકરા અગત્સ્યને ઉચ્છેરી રહ્યા છે. ચાલો જોઈએ અત્યાર સુધીમાં હાર્દિક પંડ્યાનું નામ કઈ કઈ એક્ટ્રેસ સાથે જોડાઈ ચૂક્યું છે-
જેસ્મિન વાલિયાઃ
નતાસા સ્ટેનકોવિક સાથેના ડિવોર્સ બાદ તરત જ હાર્દિકનું નામ એક્ટ્રેસ જેસ્મિન વાલિયા સાથે જોડાઈ રહ્યું છે. જેસ્મિનને અનેક વખત હાર્દિકને ચીયરઅપ કરતી સ્ટેડિયમમાં દેખાઈ છે. આ સિવાય મેચ બાદ જેસ્મિનને ક્રિકેટર્સની ફેમિલી માટેની બસમાં સફર કરતી પણ જોવામાં આવી છે.
અનન્યા પાંડેઃ
અનંત અંબાણીના લગ્નમાં એક્ટ્રેસ અનન્યા પાંડે અને હાર્દિક પંડ્યા એકબીજાની નજીક આવી ગયા હતા. બંને જણ સાથે મસ્તી કરતાં પણ જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર એનો વીડિયો પણ વાઈરલ થયો હતો. ત્યારથી બંને વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાની ચર્ચા થઈ રહી હતી, પરંતુ બાદમાં આ ચર્ચા પર પણ પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું.
લીશા શર્માઃ
નતાસા સાથે લગ્ન થયા પહેલાં હાર્દિક પંડ્યાના અનેક અફેયર્સ રહી ચૂક્યા છે. એક સમયે હાર્દિક મોડેલ લીશા શર્માને ડેટ કરી રહ્યો હતો. 2016ની સાલમાં હાર્દિક અને લીશાની રિલેશનશિપ પબ્લિક નોટિસમાં આવી અને ત્યાર બાદ બંને જણ અવારનવાર સાથે દેખાતા હતા. જોકે, એક વર્ષ બાદ એટલે કે 2017માં જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું.
એલી એવરામઃ
એક્ટ્રેસ અને બિગબોસની કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી એલી એવરામનું નામ પણ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે જોડાઈ ચૂક્યું છે. લીશા શર્માના બ્રેકઅપ બાદ હાર્દિક પંડ્યાનું નામ એલી એવરામ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. 2018માં એલી અને હાર્દિકના સંબંધનો પણ અંત આવી ગયો.
ઉર્વશી રૌતેલાઃ
હાર્દિક પંડ્યા અને ઉર્વશી રૌતેલાને લઈને પણ એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે બંને જણનું અફેયર હતું અને તેઓ રિલેશનશિપમાં હતા. મહિનાઓની અફવા બાદ બંને જણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ બંને જણ ખૂબ જ સારા મિત્રો છે. ઉર્વશીએ નતાશા અને હાર્દિક પંડ્યાની સગાઈ પર શુભેચ્છાઓ પણ પાઠવી હતી.