My Partner In Crime, My Whole Heart…, Hardik Pandyaની પોસ્ટ વાઈરલ | મુંબઈ સમાચાર

My Partner In Crime, My Whole Heart…, Hardik Pandyaની પોસ્ટ વાઈરલ

ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) હાલમાં તેની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં છે. મોડેલ અને એક્ટ્રેસ નતાસા સ્ટેનકોવિક (Natasa Stankovic) સાથેના ડિવોર્સ બાદથી તો દરરોજ કોઈને કોઈ કારણસર હાર્દિક પંડ્યા ચર્ચામાં રહે છે. આજે ફરી હાર્દિક પંડ્યાની સોશિયલ મીડિયાની પોસ્ટ વાઈરલ થઈ રહી છે જેમાં તેણે તેના જીવનના સ્પેશિયલ પર્સન માટે ખાસ મેસેજ લખ્યો છે.

આવો જોઈએ કોણ છે આ ખાસ પર્સન-વાત જાણે એમ છે કે હાર્દિક પંડ્યાના લાડકવાયા દીકરા અગત્સ્ય પંડ્યાનો આજે જન્મદિવસ છે અને અગત્સ્યનો આ પહેલો બર્થડે હશે કે જ્યારે તેના પેરેન્ટ્સ નતાસા અને હાર્દિક સાથે નથી. હાર્દિક અને નતાસાએ થોડાક દિવસ પહેલાં ડિવોર્સની જાહેરાત કરી હતી. હાલમાં અગસ્ત્ય નતાસા સાથે પોતાના મોસાળમાં છે અને હાર્દિક પંડ્યા શ્રીલંકામાં ટી20 ઈન્ટરનેશનલ સીરિઝ રમી રહ્યો છે.

હાર્દિકે અગત્સ્યના બર્થડે પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે અને લખ્યું છે તું મને દરરોજ આગળ વધવામાં મદદ કરે છે માય પાર્ટનર ઈન ક્રાઈમ. માય હાર્ટ મારા આગુને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. હું તને શબ્દોથી પરે પ્રેમ કરું છે. આ સાથે જ હાર્દિક પંડ્યાએ દીકરા અગત્સ્ય સાથેનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે અને ફ્લાઈંગ કિસ કઈ રીતે અપાય છે. પહેલાં હાર્દિક અગત્સ્યને ફ્લાઈંગ કિસ આપે છે અને બાદમાં અગસ્ત્ય હાર્દિકને ફ્લાઈંગ કિસ આપે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા દીકરા અગસ્ત્યને ખૂબ જ મિસ કરી રહ્યો હોય એવું લાગે છે, કારણ કે આ પહેલાં પણ ડિવોર્સની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ બાદ નતાસા સર્બિયા જવા રવાના થઈ ગઈ હતી. સર્બિયાથી નતાસાએ અગત્સ્ય સાથેના ફોટો શેર કર્યા હતા જેના પર હાર્દિકે કમેન્ટ કરી હતી અને આ કમેન્ટ પર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે.

Also Read –

સંબંધિત લેખો

Back to top button