ક્રિકેટ અને બોલીવુડના હોટ એન્ડ ડિવાઈડ કપલ હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક છૂટા પડ્યા પછી તેમનું નામ નિરંતર ચર્ચામાં રહે છે. બંનેના સંબંધોમાં તિરાડ પડ્યા પછી પણ છૂટા પડવા અંગે મહિનાઓ સુધી અફવાઓ ચાલ્યા પછી બંનેએ એકસાથે છૂટા પડ્વાની જાહેરાત કરીને સોને ચોંકાવ્યા હતા.
બંનેના સેપરેશનની વાતથી તેમના ચાહકોને નિરાશ કર્યા હતા અને લોકોના મોંઢે એક જ સવાલ હતો કે બંને આખરે કયા કારણસર અલગ થયા હતા. આ બંનેએ કોઈ કારણ તો આપ્યું નહોતું, પરંતુ હવે એક પોસ્ટ પર નતાશાએ આપેલી પ્રતિક્રિયાને લઈ ફરી આ કપલ ચર્ચામાં આવ્યું છે.
નતાશા સ્ટેનકોવિકે તાજેતરમાં એક ટોક્સિક સંબંધો અંગેની એક પોસ્ટને લાઈક કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. સોશિયલ મીડિયા યૂઝરે રેડિટ પર સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યો છે, જેમાં નતાશા સ્ટેનકોવિક દ્વારા પોસ્ટને લાઈક કરવામાં આવી હતી. આ પોસ્ટમાં યૂઝરે લખ્યું હતું કે ચીટિંગ એન્ડ ઈમોશનલ અબ્યુઝ…આ પોસ્ટને લાઈક કર્યા પછી જોરદાર વાઈરલ થઈ છે.
સોશિયલ મીડિયા યૂઝર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે હાર્દિક પંડ્યા તેની સાથે કથિત રીતે ચીટિંગ કરી હતી, તેથી બંને અલગ થયા છે. આ પોસ્ટ વાઈરલ થયા પછી લોકોએ વિવિધ તર્ક-વિતર્ક કરી રહ્યા છે. એક યૂઝરે તો એટલે સુધી લખ્યું છે કે હાર્દિકનો રેકોર્ડ સારો રહ્યો નથી તો અન્ય યૂઝરે લખ્યું હતું કે હું હાર્દિક પંડ્યાનો પ્રશંસક રહ્યો છું અને હાર્દિક પસંદ છે, પરંતુ મેદાનમાં ક્રિકેટ રમે ત્યારે બાકી એના સિવાય નહીં. ક્રિકેટ સિવાય તે જે કાંઈ પણ કરે છે તે પસંદ નથી, એવી સ્પષ્ટતા કરી હતી.
અહીં એ જણાવવાનું કે રશિયન મોડલ કમ એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક સાથે ચાર વર્ષના લગ્ન પછી બંને એકબીજાની સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. સૌથી મહત્ત્વની વાત એ છે કે હાર્દિક પંડ્યા અને નતાશાએ 31 મે, 2020માં સગાઈ કરી હતી અને 30 જુલાઈ 2020ના અગસ્ત્યનો જન્મ થયો હતો, ત્યારબાદ 14 ફેબ્રુઆરી, 2023ના ઉદયપુરમાં ગ્રાન્ડ વેડિંગ કર્યું હતું. આ વેડિંગની તસવીરો લાઈમલાઈટમાં રહી હતી, ત્યારબાદ બંનેના અલગ થવાની વાત પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ રહી હતી.