હક’નો બોક્સ ઓફિસ પર ધમાકો! બીજા દિવસે કલેક્શનમાં 100%નો જબરદસ્ત ઉછાળો, જાણો કેટલો વકરો કર્યો

યામી ગૌતમ અને ઈમરાન હાશમીની ફિલ્મ ‘હક’ બોક્સ ઓફિસ પર ઘૂમ મચાવી રહી છે. રિલીઝના પહેલા જ દિવસે સારી શરૂઆત કરનારી આ ફિલ્મને બીજે દિવસે દર્શકોનો એટલો પ્રેમ મળ્યો કે કલેક્શનમાં 100 ટકાથી વધુનો જબરદસ્ત ઉછાળો આવ્યો! સોશિયલ મીડિયા પર પોઝિટિવ વર્ડ ઓફ માઉથના કારણે થિયેટરોમાં લોકોની લાઈનો લાગી રહી છે.
મીડિયા અહેવાલ પ્રમાણે, ‘હક’એ બીજા દિવસે 3.35 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હજુ સુધીનું કુલ કલેક્શન 5.10 કરોડ રૂપિયા થયું છે. પહેલા દિવસની સરખામણીમાં બીજે દિવસે 100 ટકાનો વધારો થયો હતો, જે ફિલ્મ માટે ખૂબ મોટી સફળતા છે.

સિનેહબની એક પોસ્ટ પર રિપ્લાય આપતા યામી ગૌતમે કહ્યું કે, “સારા વિચારવાળી ફિલ્મ આખરે પોતાના દર્શકોને શોધી જ લે છે. બધાનો આભાર!” ફિલ્મીની સારી શરૂઆતની ખુશીમાં યામી અને ઈમરાન બંને થિયેટરોમાં પણ પહોંચ્યા હતા. જ્યારે પોતાના ચાહકોને રડતા જોઈ દર્શકોના શાંત કર્યા હતા.
‘હક’ એક મહિલાની હિંમતની સાચી સ્ટોરી વર્ણવે છે. ફિલ્મમાં શાઝિયા બાનો પોતાના પતિ સામે કોર્ટમાં લડે છે અને પોતાના તથા બાળકોના હક માટે ન્યાય માંગે છે. આ ફિલ્મ 1985ના પ્રખ્યાત શાહ બાનો ત્રણ તલાક કેસથી પ્રેરિત છે. સુપર્ણ વર્માએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ ભાવનાઓથી ભરપૂર છે અને મહિલા અધિકારોનો મુદ્દો ઉઠાવે છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ જોઈને ઘણા દર્શકો થિયેટરમાં જ રડી પડ્યા. યામી ગૌતમનો અભિનય અને ઈમરાન હાશમીની ગંભીર ભૂમિકા બંનેની ચાહકોએ ખુબ પ્રસંશા કરી હતી છે.
આ પણ વાંચો…યામી ગૌતમે 8 કલાકની શિફ્ટ અને ‘માતા’ તરીકેના અધિકારો વિશે શું કહ્યું? જાણો વિગતવાર



