Happy Birthday: મન મુજબની ફી ન મળે તો ફિલ્મ છોડી દે એવા હતા આ ખુંખાર વિલન
2000ની સાલ પહેલાની ફિલ્મોમાં વિલન માટે ખાસ રોલ હતો અન અમુક કલાકારોએ વિલન બની લોકોને ખૂબ ડરાવ્યા છે.
હિન્દી સિનેમા જગતમાં ઘણી વખત આ વિલનની એક્ટિંગ ફિલ્મના મુખ્ય હીરોને ઝાંખા પાડી દે તેવી હોય છે. આમાંના એક લોકપ્રિય ખલનાયક અમરીશ પુરી હતા. તેમણે માત્ર ખલનાયક તરીકે જ નહીં પરંતુ પિતા, ભાઈ અને દાદાની ભૂમિકા પણ ભજવી હતી. તેમણે દરેક રોલમાં અલગ છાપ છોડી છે. આજે તેમની 92મી પુણ્યતિથિ છે. મિ. ઈન્ડિયાના મોગેમ્બો કે પછી ડીડીએલજેના બાબુજી તેમનો રૂઆબ, તેમનો અવાજ અને તેમની આંખો કેરેક્ટરમાં એટલી ઓતપ્રોત થઈ જતી કે પદડા પર જે તે પાત્ર જીવંત થઈ જતું.
ભલે તેઓ આજે આ દુનિયામાં નથી, પરંતુ તેમણે બે દાયકા સુધી ઇન્ડસ્ટ્રી પર રાજ કર્યું. 40 વર્ષની ઉંમરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરનાર અમરીશ પુરીએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું. તેમનો જન્મ 22 જૂન, 1932ના રોજ પંજાબના નવાશહરમાં થયો હતો, જ્યારે તેમણે માંગેલા પૈસા ન મળતા તેમણે ફિલ્મ છોડી દીધી હતી અને કહ્યું હતું કે લોકો તેમના કારણે ફિલ્મો જોવા આવે છે અને નિર્માતાઓ કમાઈ છે તો મને પણ પૂરતા પૈસા મળવા જોઈએ.
આ વાત એનએન સિપ્પીની એક ફિલ્મ સાથે જોડાયેલી છે. 1998ના એક ઈન્ટરવ્યુમાં પણ આ વાતનો ઉલ્લેખ છે. તેણે સિપ્પીની ફિલ્મ છોડી દીધી હતી કારણ કે તેમને 80 લાખ રૂપિયાની ફી આપવામાં નિર્માતાએ ગલ્લાતલ્લાં કરવાનું શરૂ કર્યું હતું. અમરીશ પુરીએ આ વિશે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમનો જે હક છે તે મળવો જોઈએ. તેણે કહ્યું હતું કે તે અભિનય સાથે કોઈ બાંધછોડ કરતો નથી તો તેણે ફિલ્મ માટે ઓછા પૈસા શા માટે લે ? અમરીશ પુરીએ દાવો કર્યો હતો કે લોકો તેમનો અભિનય જોવા આવે છે અને તેના કારણે નિર્માતાઓને પૈસા મળે છે, તો શું તેમની પાસેથી પૈસા લેવાનું ખોટું છે? જોકે તેમણે ફિલ્મનું નામ આપ્યું ન હતું.
આ સાથે, એનએન સિપ્પીની ફિલ્મને નકારવા અંગે, અભિનેતાએ કહ્યું હતું કે તે સમયે તેણે તેને 3 વર્ષ પહેલા સાઇન કરી હતી અને કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મ વર્ષના અંતમાં શરૂ થશે. પરંતુ, તેનું શૂટિંગ 3 વર્ષ પછી પણ શરૂ થયું નથી. આ અંગે તેણે કહ્યું હતું કે જો 3 વર્ષ પછી બજાર ભાવ બદલાશે તો તે આટલા પૈસા માટે કામ નહીં કરે.
અમરીશ પુરી માત્ર બોલિવૂડ અને ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. વિદેશમાં તેઓ મોલા રામ તરીકે જાણીતા હતા. વાસ્તવમાં, તેણે 1984માં સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ ‘ઇન્ડિયાના જોન્સ એન્ડ ધ ટેમ્પલ ઓફ ડુ’માં કામ કર્યું હતું.
આમાં તેણે મોલા રામની ભૂમિકા ભજવી હતી. આટલું જ નહીં, અમરીશ પુરીએ ફિલ્મમાં પોતાનું માથું પણ મુંડન કરાવ્યું હતું. લોકોએ આમાં તેના લુકની ખૂબ પ્રશંસા કરી હતી. આ પછી અમરીશે પોતાના અંગત જીવનમાં પણ લાંબા સમય સુધી આ લુક અપનાવ્યો હતો. આ ફિલ્મથી જ તેમને મોલા રામ નામ મળ્યું. સ્પીલબર્ગ હંમેશા કહેતો હતો કે અમરીશ પુરી તેમના ફેવરિટ વિલન છે.
અમરીશ પુરીનો ગર્દીશ ફિલ્મમાં સામાન્ય પરિવારના પિતાનો રોલ પણ લોકોને ખૂબ ગમ્યો હતો. તો દામિનીમાં માથું ઝટકતો વકીલ ચઢ્ઢા પણ ભારે ફેમસ થયો હતો. ફિલ્મ હીટ જાય કે ન જાય અમરિશ પુરી હીટ જતા. 12 જાન્યુઆરી, 2005માં તેમનું મુંબઈ ખાતે બીમારી બાદ નિધન થયું.