મનોરંજન

Happy Birthday: જો તે દિવસે ટીચરનું ડસ્ટર લાગ્યું હોત તો bollywood most handsome hunk…

Bollywoodમાં ઘણા હીરોએ ઓળખ બનાવી છે જેમની પાસે સારો દેખાવ નથી, પણ ટેલેન્ટના જોરે તેઓ સફળતાની સીડી ચડ્યા છે. તો બીજી બાજુ ચોકલેટી ચહેરા સાથે આવેલા ઘણા હીરો પણ રોમાન્સ કરીને અને ગીતો ગાઈને 50-60 ફિલ્મો કરી ગયા છે. પણ સુપર ગુડલુકિંગ અને વેરી ટેલેન્ટેન્ડ એવી કેટેગરીના પણ ઘણા હીરો છે અને તેમાંનો એક છે કપૂર ખાનદાનનો બીજી પેઢીનો હીરો શશી કપૂર. આજે શશી કપૂર (Shashi Kapoor)નો જન્મદિવસ (birthday) છે.

એક અહેવાલ પ્રમાણ શશી કપૂરે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે પહેલેથી 2 પુત્રો હોવાથી તેમની માતાને ત્રીજું સંતાન નહોતું જોઈતું, પણ શશીનો જન્મ થયો અને સ્વાભાવિક રીતે માતાએ તેને પ્રેમથી જ ઉછેર્યો. 18મી માર્ચ 1938માં જન્મેલા શશીનું અસલી નામ બલબીર રાજ કપૂર રાખવામાં આવ્યું હતું પણ તેમને ગમતું ન હોવાથી પછીથી શશી થયું. શશીનો જન્મ એક સંયોગ હતો એટલે માતા ફ્લુકી કહેતી અને અભિનેતા-ફિલ્મસર્જક ભાઈ રાજ કપૂર (Raj Kapoor) ટેક્સી કહીને બોલાવતો કારણ કે કાર શશી કપૂરનું બીજું ઘર હતું. પોતાની કરિયરમાં 116 ફિલ્મો આપી ચૂકેલા શશીના નામે ઘણી સુપરહીટ અને ઉત્કૃષ્ટ કોટિની ફિલ્મો છે.

જોકે આજે આપણે એ ઘટનાની વાત કરવાના છીએ જે આ હેન્ડસમ હીરોના જીવનનું પાસું પલટી શકે તેમ હતી. શશીનો અભ્યાસ મુંબઈની ડૉન બૉસ્કો સ્કૂલમાં થયો છે. અહીં તેના ક્લાસમેટ ભારતના મહાન વિકેટકીપર ફારૂક એન્જિનિયર (Farooq Engineer) હતા. ફારૂક એન્જિનિયરે Farooq Engineer એક ઈન્ટરવ્યુમાં આ વાત કરી હતી. તેમણે એક કિસ્સો યાદ કરતા કહ્યું હતું કે એક દિવસ અમે ક્લાસમાં બેસી વાતો કરતા હતા ત્યારે જ ક્લાસ ટીચરે ડસ્ટર શશી તરફ ફેંક્યું. ડસ્ટર શશીની આંખ પાસે એક ઈંચ દૂર હતું ત્યાં મેં કેચ કરી લીધું. આ વાતને યાદ કરી શશી ખૂબ જ ગુસ્સે થતો અને કહેતો કે તે દિવસે જો તે કેચ કર્યો હોત તો મને હીરોને બદલે ડાકૂના રોલ મળતા હોત.

ખૈર થૈંક્સ ટુ ફારૂક એન્જિનિયર, જેમણે આપણને શશી કપૂર (Shashi Kapoor) તેમના અસલી ચહેરા સાથે આપ્યા.
શશી કપૂરના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો પિતાના થિયેટરમાં શૉ કરતા સમયે ઓડિયન્સમાં બેઠેલી જેનિફર કેંડલ સાથે તેમની પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો. જેનિફર પણ થિયેટર સાથે જોડાયેલી હતી. બન્ને વચ્ચે પ્રેમ થયો. પિતા પૃથ્વીરાજ કપૂરે લગ્નનો વિરોધ કર્યો છતાં બન્નેએ લગ્ન કર્યા. તે સમયના યુવાનની જેમ 21-22 વર્ષના શશીએ લગ્ન તો કરી લીધા પણ કમાણીના ઠેકાણા ન હતા. એક સમયે ઘરનો સામાન પણ વેચવો પડ્યો. ઘણી નાની મોટી ફિલ્મો બાદ 1961માં શશીને ધર્મપુત્ર ફિલ્મ મળી અને ત્યારબાદ ધીમે ધીમે તેના કરિયરની ગાડી ચાલી. જોકે પત્નીના નિધન બાદ શશી ખૂબ જ હતાશ થઈ ગયા હતા અને એક વખત ગોવામાં બૉટ લઈ સમુદ્રમાં અધવચ્ચે જઈ જોર જોરથી રડ્યા હતા. શશીએ પણ લાંબી બીમારી બાદ 2017માં દુનિયાને અલવિદા કહી દીધું.

શશી કપૂરને સ્મરણાંજલિ…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો