Happy Birthday: એન્જિનિયરિંગ છોડી અભિનેત્રી બની અને આટલી કમાણી કરી નાખી | મુંબઈ સમાચાર

Happy Birthday: એન્જિનિયરિંગ છોડી અભિનેત્રી બની અને આટલી કમાણી કરી નાખી

એક સમયે ખૂબ સારી કહેવાતી એન્જિનિયરિંગની કરિયર હવે સૌથી વધારે બોરિંગ અને થેંકલેસ જોબ બનવા લાગી છે. મોટા ભાગના સ્ટેન્ડ અપ કૉમેડિયન્સથી માંડી બેંકર એન્જિનરિંગની ડિગ્રીવાળા હોય છે. સોશિયલ મીડિયામાં પણ સૌથી વધારે મીમ્સ એન્જિનિયર્સના બનતા હોય છે. જોકે જ્યારે દીકરો કે દીકરી એન્જિનિયર બન્યા બાદ બીજી કરિયર લેવાની વાત કરે ત્યારે માતા-પિતાને આંચકો તો લાગે જ છે. બોલીવૂડમાં પણ એવા ઘણા આર્ટિસ્ટ છે, જેમની પાસે એન્જિનિયરિંગની ડિગ્રી છે. આજે એવી જ એક અભિનેત્રીનો જન્મદિવસ છે. 27 જુલાઈએ એટલે કે આજે તેનો જન્મદિવસ છે ત્યારે ચાલો જાણીએ એન્જિનિયરિંગ છોડી એક્ટિંગનાફિલ્ડમાં આવેલી અભિનેત્રીની કમાણી કેટલી છે.

Happy Birthday: She left engineering to become an actress and earned this much

Kriti Senon કૃતિ સેનોનન આજે જન્મદિવસ છે. હિન્દી ફિલ્મમાં થોડા વર્ષોથી જ આવેલી કૃતિ એન્જિનિયર છે અને પરિવારનો ફિલ્મજગત સાથે કોઈ સંબંધ નથી. પોતાની મોડલિંગ અને પછી એક્ટર બનવાની ઈચ્છા તેને મુંબઈ લાવી અને અહીં તેને તક મળતી ગઈ અને હાલમાં તે સેલિબ્રેટેડ એક્ટ્રેસની લિસ્ટમાં આવી ગઈ છે.

આપણ વાંચો:  મનોરંજનનું મેઘધનુષ્ય : ધૂંઆધાર અભિનયથી છવાઈ જતી ‘ધૂરંધર’ની અભિનેત્રી સારા અર્જૂન

કૃતિએ હીરોપંતીથી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ મિમી ફિલ્મથી તેને ઓળખ મળી. આ ફિલ્મે તેને નેશનલ એવોર્ડ પણ અપાવ્યો. આ સિવાય દો પત્તીયા, લુકાછુપી, તેરી બાંતોં મે ઐસા ઉલ્ઝા જીયા, ક્રુ જેવી ફિલ્મોમાં વખાણાઈ છે. હવે તે ધનુષ સાથે તેરે ઈશ્ક મે ફિલ્મમાં દેખાશે.

હવે વાત કરીએ કૃતિની નેટવર્થની તો 2024 સુધીમાં કૃતિએ 84 કરોડ રૂપિયાની સંપત્તી પોતાને નામ કરી છે, જેમા જૂહુનો 3 બીએચકે ફ્લેટ, લક્ઝરી કાર કલેક્શનનો સમાવેશ થાય છે. એક્ટિંગ ઉપરાંત કૃતિ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ પણ કરે છે અને બિઝનેસમાં પણ ઈનવેસ્ટ કરે છે.

તો જો તમારું સંતાન પણ પોતાની ડિગ્રીને બાજુએ મૂકી કોઈ અલગ કરિયર તરફ વળે તો તેને રોકતા નહીં.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button