મનોરંજન

Happy birthday: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડંકો વગાડી હવે બોલીવૂડમાં પણ પગ જમાવ્યો આ બન્ને સેલિબ્રિટીએ

એક સમયે સાઉથમાં બહુ મોટું નામ ધરાવતા ઘણા કલાકારો બોલીવૂડ માટે નવા હતા અને હિન્દી ફિલ્મના દર્શકો સુધી તેઓ પહોંચતા ન હતા, પણ પેન ઈન્ડિયા ફિલ્મોને લીધે સાઉથના સ્ટાર પર બોલીવૂડમાં જાણીતા થયા છે અને તેમની હિન્દી ફિલ્મો પણ આવી રહી છે. આજે આવા બે યંગ સાઉથ સ્ટારનો જન્મદિવસ છે. બન્ને આખા દેશના ફેવરીટ બની ચૂક્યા છે. એક છે અર્જૂન રેડ્ડીના નામે ધૂમ મચાવનાર વિજય દેવરકોંડા અને બીજી છે જેની તમે સીતાજીના રૂપમાં રાહ જોઈ રહ્યા છો તે સાંઈ પલ્લવી.

સાઉથના સુપરસ્ટાર વિજય દેવેરાકોંડાને આજે કોઈ ઓળખની જરૂર નથી. તે માત્ર સાઉથમાં જ નહીં પરંતુ હવે બોલિવૂડમાં પણ ખૂબ ફેમસ થઈ ગયો છે. આજે વિજય દેવરાકોંડાનો જન્મદિવસ છે
વિજય દેવેરાકોંડા આજે ભલે કરોડો રૂપિયાના માલિક હોય, પરંતુ તેની સફર તેના માટે બિલકુલ સરળ નહોતી. 9 મે 1989ના રોજ જન્મેલા વિજય દેવરાકોંડાના પિતા ટીવી સ્ટાર હતા, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ ખાસ ન હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિજય દેવરાકોંડાના જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે તેની પાસે ભાડું ચૂકવવાના પૈસા પણ નહોતા. ધીમે ધીમે તેને કામ મળવા લાગ્યું અને તેની આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગ્યો. તેણે પોતાના કરિયરની શરૂઆત 2011માં આવેલી ફિલ્મ નુવિલાથી કરી હતી.

જેમ દરેકનો સમય બદલાય છે તેમ વિજય દેવરાકોંડાનો સમય પણ બદલાય છે. તે વર્ષ 2017 હતું. વિજય દેવરાકોંડાની ફિલ્મ અર્જુન રેડ્ડી આ વર્ષે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડવામાં સફળ રહી હતી. આ ફિલ્મ પછી વિજય વિજેતા બનીને બધાની સામે આવ્યો. આ ફિલ્મ પછી તે બોલિવૂડ ફિલ્મોમાં પણ દેખાવા લાગ્યો. વિજય પુષ્પા ફેઈમ હીરોઈન રશ્મિકા મંદાના સાથેના અફેરને લીધે પણ ચર્ચામાં રહે છે. જોકે બન્નેએ હજુ જાહેરમાં આ સંબંધ પર સિક્કો માર્યો નથી.
હવે વાત કરીએ સાઈ પલ્લવીની, સાઉથ સિનેમાની સુંદર અભિનેત્રી સાઈ પલ્લવી તેની સાદગી માટે જાણીતી છે. આજે તે તેનો 32મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. તેનો જન્મ 1992માં દિવસે કોટાગિરીમાં આદિવાસી પરિવારમાં થયો હતો.

સાઈ પલ્લવીએ તેલુગુ ફિલ્મ ફિદા (2017) થી તેની શરૂઆત કરી હતી. આ પછી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ફિદા સિવાય તે પડી પડી લેચે મનસુ, મારી 2 જેવી ફિલ્મો માટે જાણીતી છે. આ પછી તેણે 2021માં લવ સ્ટોરી અને શ્યામ સિંહા રોય સાથે ધમાકેદાર એન્ટ્રી કરી.

સાઈ પલ્લવી તેના ગામની પહેલી હિરોઈન છે, જે ફિલ્મોમાં કામ કરી રહી છે. તેણી કોટાગીરીની છે અને તમિલનાડુના નીલગીરી હિલ્સનો એક ભાગ છે.
અભિનેત્રી બનતા પહેલા સાઈ એક પ્રોફેશનલ ડોક્ટર હતી. તે કાર્ડિયોલોજિસ્ટ બનવા માંગતી હતી. અભિનેત્રી તિબિલિસી, જ્યોર્જિયાથી મેડિસિનમાં સ્નાતક છે.
‘સાઈ પલ્લવીને ડાન્સનો શોખ છે અને તેણે ક્યારેય ડાન્સ નથી શીખ્યો. તે માત્ર બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિતના ડાન્સ વીડિયો જોતી હતી. આ કરીને જ તેણે ડાન્સ શીખ્યો.
હાલમાં તે રણબીર કપૂર સાથે ફિલ્મ રામાયણમાં સીતાના પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે.
બન્ને સ્ટાર્સને જન્મદિવસની શુભકામના

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button