Happy Birthday: બ્લેક સાડીમાં આવેલી આ અભિનેત્રીને જોતા જ તેનાં પ્રેમમાં પડી ગયો આ દેશના શ્રીમંત પરિવારનો દીકરો ને…

આજે લગ્ન સમારંભોમાં કાળા રંગના કપડાં પહેરેલા લોકો ક્યારેક જોવા મળી જાય છે, પણ વર્ષો પહેલા આ રંગ લગ્ન સમારંભોમાં જાણે ન જ પહેરાય તેમ હતું, પરંતુ બોલીવૂડ (bollywood)ની એક બિન્દાસ્ત અભિનેતીએ બ્લેક કલરની સાડી લગ્નમાં પહેરી હતી. અભિનેત્રી એટલી સુંદર હતી કે તેને નજર ન લાગી જાય એટલે તેમે કાળો રંગ પહેર્યો હશે, પરંતુ આ જ લગ્નમાં આવેલા એક ધનાઢ્ય પરિવારના દીકરાને આ છોકરી બહુ ગમી ગઈ ને પછી ઘણી અડચણો બાદ તેણે તેની સાથે જ લગ્ન કર્યા.
આ ધનાઢ્ય પરિવાર એટલે આપણો ગુજરાતી અંબાણી પરિવાર (Ambani Family)અને તેનો દીકરો એટલે ધીરુભાઈ અને કોકિલાબેનનો નાનો દીકરો અનિલ અંબાણી (Anil Ambani) અને અભિનેત્રી એટલે ટીના મુનીમ (Tina Munim). આને ટીના મુનીમનો જન્મદિવસ છે. અનિલ અને ટીના મુકેશ અને નીતા અંબાણીની જેમ મીડિયામાં છવાયેલા રહેતા નથી, પરંતુ બન્નેની લવસ્ટોરી મસ્ત છે. ત આવો જાણીએ કઈ રીતે મળ્યું ક્યૂટ કપલ.

પહેલી વાર કૉમન ફ્રેન્ડની વેડિંગમાં મળેલી ટીના તો અનિલની આંખોમાં વસી, પણ ટીનાના દિલમાં વસવાનું બાકી હતું. બીજી મુલાકાત થઈ ફિલાડેલ્ફિયામાં. અહીં અનિલ બિઝનેસ પર્પઝ માટે આવ્યા હતા અને ટીના કોઈ ઈવેન્ટ અટેન્ડ કરવા માટે. અનિલે ઘણી કોશિશ કરી કે ટીના સાથે સમય વિતાવી શકે, પણ અજાણી વ્યક્તિ સાથે આમ જ મિત્રતા કરવાનું ટીનાને ગમ્યું નહીં, આથી ટીનાએ અનિલને ઈગ્નોર કર્યાનું તેમણે ઈન્ટરવ્યૂમાં કહ્યું છે. જોકે ત્યાર બાદ બન્ને એકબીજાને મળતા થયા અને પરિચય વધ્યો.
અનિલ ટીનાને જીવનસાથી બનાવવા માગતા હતા, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ અભિનેત્રીને પુત્રવધુ બનાવવા અંબાણી પરિવાર તૈયાર નહોતો. આ વાતને લીધે બન્ને એક સમય પૂરતા એકબીજાથી દૂર થયા. ટીના અમેરિકા ચાલી ગઈ, પણ જોડી તો ભગવાન બનાવતા હોય છે. બન્યું એવું કે 1989માં અમેરિકામાં ભૂકંપ આવ્યો ત્યારે અનિલે ટીનાનો નંબર ગમે તે રીતે શોધી તેનો સંપર્ક સાધ્યો અને તેનાં હાલચાલ પૂછ્યા.
બન્ને ફરી મળ્યા અને હવે નક્કી કર્યું કે અલગ નહીં થઈએ. અનિલે અંબાણી પરિવારને મનાવ્યો અને 1991માં અનિલ-ટીનાના લગ્ન થયા અને ટીના અંબાણી બની ગઈ. ત્યારબાદ તેમણે ફિલ્મજગતને હંમેશાં માટે અલવિદા કહી દીધું. અનિલ અંબાણીની બિઝનેસમાં થયેલી પડતીથી માંડી દરેક સમયે તે અનિલની સાથે પડછાયાની જેમ ઊભી છે. બે સંતાનો અને તેમના સંસારમાં બિઝી રહે છે. આ સાથે તે સામાજિક કાર્યોમાં પણ વ્યસ્ત રહે છે.

1975માં ફેમિનામાં ટીના પ્રિન્સેસ બનેલી અને 1978માં 21 વર્ષની ઉંમરે દેવાનંદ (Dev Anand)ની ફિલ્મ દેશ-પરદેશ (Desh-pardesh)થી ફિલ્મજગતમાં કદમ રાખનારી ટીનાએ શૌતન, આખિર ક્યૂં, રોકી, કર્ઝ જેવી ઘણી હીટ ફિલ્મો આપી છે. રાજેશ ખન્ના અને સંજય દત્ત તેનાં ફેન રહી ચૂક્યા છે.
ટીનાને તેનાં 67માં જન્મદિવસે ખૂબ શુભકામનાઓ