મનોરંજન

Happy Birthday: એક સમયે પત્રકારોને ઈન્ટરવ્યુ આપવાને બદલે ભોજન માંગનાર સુપરસ્ટાર આજે છે કરોડોનો માલિક….

બોલીવૂડના ડિસ્કો ડાન્સર અને આપણા સૌના લાડકવાયા મિથુન ચક્રવર્તી ઉર્ફે મિથુન દા( Super star Mithun Chakraborty ) આજે પોતાનો 74મો જન્મદિવસ ઊજવી રહ્યા છે. 16મી જૂન, 1950ના કોલકતામાં જન્મેલા મિથુન દાએ બંગાળી, હિંદી, તમિળ, તેલુગુ, કન્નડ, ઓડિયા અને ભોજપૂરી જેવી વિવિધ ફિલ્મોમાં 350થી વધુ ફિલ્મો કરી છે. આજે એમના જન્મદિવસે આપણે એમના જીવનના કેટલાક વણસ્પર્શ્યા પહેલુઓ પર એક નજર કરીએ…

આ પણ વાંચો: જ્યારે બોબી દેઓલની પત્નીએ કરીના કપૂરને મારી દીધી થપ્પડ…..

મિથુનદાને ત્રણ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને બે વખત ફિલ્મફેર એવોર્ડ મળી ચૂક્યા છે અને તેમની ગણતરી ઈતિહાસના સૌથી સફળ એક્ટરમાં કરવામાં આવે છે. એટલું જ નહીં પણ તેમને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. મૃગયાથી ફિલ્મથી તેમણે પોતાની એક્ટિંગના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં મિથુનદાને બેસ્ટ એક્ટર માટે નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો, પરંતુ એ સમયે મિથુનદા પાસે દિલ્હી જઈને એવોર્ડ લેવાના પૈસા નહોતા એવા સમયે બોલીવૂડના સદાબહાર અભિનેત્રી ઉમરાવ જાન ઉર્ફે રેખા (Bollywood Actress Rekha) પોતાનો સ્પોટ બોય બનાવીને મિથુનદાને સાથે લઈ ગયા હતા.

મિથુનદાના બીજા કિસ્સા વિશે વાત કરીએ આ ફિલ્મ બાદ પણ મિથુનદાની આર્થિક સ્થિતિ ખાસ કંઈ સુધરી નહીં. એ દિવસોમાં પત્રકારો જ્યારે તેમનો ઈન્ટરવ્યુ લેવા આવતા હતા ત્યારે મિથુનદા તેમને એક જ શરતે ઈન્ટરવ્યુ આપતા. પત્રકારોને મિથુનદાને કહેતાં કે તેઓ જો ઈન્ટરવ્યુના બદલે તેમને ખાવાનું ખવડાવશે તો જ ઈન્ટરવ્યુ આપશે અને આજે કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે આજે મિથુનદા 347 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.

આ પણ વાંચો: Sonakshi weds Zahir: જાણો નાનકડા સમારંભમાં કોણ કોણ રહેશે હાજર

ખૂબ જ ઓછા લોકો જાણે છે કે ફિલ્મોમાં આવતા પહેલાં મિથુન ચક્રવર્તી એક નક્સલવાદી હતા. કોલકતાની સ્કોટિશ ચર્ચ કોલેજમાંથી કેમિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ મિથુન ચક્રવર્તી નક્સલવાદ તરફ વળી ગયા હતા અને તેઓ પરિવારને છોડીને નક્સલવાદીઓ સાથે રહેવા લાગ્યા હતા. આ જ દરમિયાન એક દુર્ઘટનામાં તેમના ભાઈનું મૃત્યુ થઈ ગયું અને તેઓ પોતાના પરિવાર પાસે પાછા ફર્યા હતા. આ રીતે તેમણે પોતાની જાતને અને પરિવારને સંભાળીને નક્સલવાદની દુનિયાને અલવિદા કહીને એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો અને બોલીવૂડને એનો ડિસ્કો ડાન્સર મળ્યો… હેપ્પી બર્થડે મિથુન દા…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ પાંચ વેકેશન ડેસ્ટિનેશન… એક વખત જશો તો… પોતાની માતાની સાડી અને દાગીના પહેરીને દુલ્હન બની છે આ સેલિબ્રિટીઝ આ રીતે ઘરે જ બનાવો ઑર્ગેનિક કાજલ