મનોરંજન

HAPPY BIRTHDAY: ગુજરાતી ફિલ્મોના અમિતાભ કહેવાયા ને આ અભિનેત્રી સાથે…

ફિલ્મજગતનો અમિતાભ તો માત્ર એક જ છે. બીગ બી એટલા મોટા સ્ટાર છે કે જો કોઈ અભિનેતા અન્ય ભાષાની ફિલ્મોમાં મોટું નામ કરે તો તેને જે તે ફિલ્મઉદ્યોગનો અમિતાભ બચ્ચન કહેવાય. આજના બર્થ ડે સેલિબ્રિટી ગુજરાતી ફિલ્મોના અમિતાભ તરીકે ઓળખાય છે. મજાની વાત તો એ છે કે જેમ બીગ બીના અભિનેત્રી રેખા સાથેના સંબંધોની ચર્ચા થઈ હતી અને થાય છે તેમ આ અભિનેતા સાથે પણ અભિનેત્રી રેખાના સંબંધો હોવાની વાત વર્ષો પહેલા ચર્ચાતી હતી. વાત છે દિપક ધરની જેમને આપણે કિરણ કુમાર તરીકે ઓળખીએ છીએ.

આજે એટલે કે 20 ઑક્ટોબરના રોજ તેમનો 70મો જન્મદિવસ છે. શ્રીનગરમાં જન્મેલા કિરણ કુમારના પિતા જીવન પણ ખૂબ જ જાણીતા અભિનેતા રહ્યા છે. જીવન પોતાના સમયના જાણીતા વિલન હતા. કિરણ કુમારે પણ પિતાની રાહે ફિલ્મોમાં કામ કરવાનું પસંદ કર્યું.

ફિલ્મનો કોર્સ કર્યા બાદ 60ના દાયકામાં લવ ઈન શિમલાથી તેમણે હીરો તરીકે શરૂઆત કરી. સારો દેખાવ, હાઈટ બૉડી બધુ જ હીરો જેવું હોવા છતાં તેમની હીરો તરીકેની કારકિર્દી બની નહીં. નિરાશ પુત્રને પિતા જીવને સ્ક્રીન પર માર ખાઈ વિલન બનવાની સલાહ આપી. પિતાની સલાહ પ્રમાણે કિરણ કુમારે ફિલ્મ ખુદગર્ઝમાં વિલન તરીકે કામ કર્યું અને એક સમયના બોલીવૂડના ખુંખાર વિલનની યાદીમાં તેમનું નામ આવી ગયું.

જોકે મનમાં જે હીરો બનવાની ઈચ્છા હતી તે ગુજરાતી ફિલ્મજગતે પૂરી કરી. તેમની ઘણી ગુજરાતી ફિલ્મો સુપરહીટ ગઈ અને તેઓ ગુજરાતી ફિલ્મજગતના અમિતાભ બચ્ચન તરીકે ઓળખાયા. કુળવધુ, ગરવી ગુજરાતણ, જાગ્યા ત્યાંથી સવાર જેવી ઘણી ફિલ્મો તેમણે કરી.

જોકે આ ગુજરાતના અમિતાભનું નામ પણ અભિનેત્રી રેખા સાથે જોડાયું. અલબત તેઓ રેખાનો પહેલો પ્રેમ માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ ત્યાં સુધી જણાવે છે કે બન્નેની સગાઈ પણ થઈ હતી. જોકે આ મામલે પછી કોઈ વાત બહાર આવી નથી.


કિરણ કુમાર આજે પણ એક્ટિવ છે. તેમની છેલ્લી સિરિયલ યે ઉન દિનોં કી બાત હતી. તેઓ ઓટીટી પ્લેટફોર્મમાં પણ દેખાય છે. તેમને જન્મદિવસની શુભકામના

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button