Happy Birthday: કરિના કપૂરે આ ખાસ અંદાજમાં વિશ કર્યું Vijay Vermaને…
હાલમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ Murder Mubarakની સફળતાનો સ્વાદ માણી રહેલાં Vijay Verma આજે પોતાનો 38મો જન્મદિવસ ઊજવણી રહ્યો છે. વિજય વર્માએ બોલીવૂડથી લઈને સાઉથની ફિલ્મોમાં દમદાર એક્ટિંગ કરીને પોતાના ફેન્સના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. આજે ફેન્સ અને તેની સાથે સાથે જ તેના કેટલાક કો-સ્ટાર્સ પણ જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. પણ આ બધામાં સૌથી વધુ ચર્ચા કરીના કપૂર-ખાનના બર્થ-ડે વિશ કરવાના અંદાજની ચર્ચા થઈ રહી છે.
અહીંયા તમારી જાણ માટે કે કરિના કપૂર-ખાન અને વિજય વર્માએ ફિલ્મ જાને જાનામાં સાથે કામ કર્યું છે. કરિનાએ વિજયને સરપ્રાઈઝ આપતા ખૂબ જ ખાસ અંદાજમાં બર્થડે વિશ કર્યું છે અને એ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. કરિના કપૂરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વિજય વર્મા સાથેનો એક ફોટો શેર કર્યો છે અને એની સાથે એક બર્થડે નોટ પણ લખી છે. કરિનાની આ પોસ્ટ એના ફેન્સને પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
કરિના કપૂરે આ ફોટોને શેર કરીને લખ્યું હતું કે જન્મદિવસ મુબારક છો વિજય વર્મા… તમે તમારી ભવિષ્યની ફિલ્મોમાં પણ આ જ રીતે ડાન્સ કરતાં રહો… સૌથી મોટું આલિંગન… લવ યુ… કરિનાએ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્ટર સાથે આ ફોટો શેર કર્યો છે.
વિજય વર્મા અને કરિનાએ સાથે જાને જાનામાં સાથે કામ કર્યું હતું અને બંનેની આ ફિલ્મ ગયા વર્ષે જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. આ ફોટો ફિલ્મના જાને જાનના પ્રમોશન દરમિયાનની છે. ફોટોમાં કરિના માઈક પકડીને ઊભી છે જ્યારે વિજય એની સાઈડમાં ઊભો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિજય વર્માએ હાલમાં જ એક બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું અને એમાં નજીકના મિત્રો સાથે તમન્ના ભાટિયા પણ જોવા મળી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિજય વર્મા છેલ્લી વખત સારા અલી ખાન સાથે મર્ડર મુબારકમાં જોવા મળ્યો હતો, જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી અને દર્શકો આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મમાં વિજય અને સારા સિવાય કરિશ્મા કપૂરસ ડિમ્પલ કાપડિયા, પંકજ ત્રિપાઠી, સંજય કપૂર, ટિસ્કા ચોપ્રા જેવા કલાકારો જોવા મળ્યા હતા.