મનોરંજન

Happy Birthday: હિન્દી ફિલ્મજગતના એ બે ધ્રુવતારા, જેમને ઘણું મળ્યું પણ પ્રેમ માટે તરસતા રહ્યા

ભારતીય સિનેમાજગત સેન્ચ્યુરી વટાવી ગયું છે. આ સફર દરમિયાન ઘણા નામી-બેનામી કલાકાર કસબીઓએ Indian film industry અને ખાસ કરીને હિન્દી સિનેમાજગતમાં પોતાનું યોગદાન આપ્યું છે, પરંતુ અમુક એવા અદના કલાકારો થઈ ગયા જેમનું કામ આજે પણ સિનેમાજગતને ભર્યુ ભર્યુ રાખે છે. આવા બે કલાકારોનો આજે જન્મદિવસ છે. જોગાનુજોગ તેમનું વ્યક્તિગત જીવન પણ એકબીજાથી થોડેઘણે અંશે મળતું આવે છે. આ બન્ને હિન્દી સિનેમાજગતના ધ્રુવતારા એટલે કે અભિનેતા, લેખક, દિગ્દર્શક અને નિર્માતા ગુરુદત્ત અને બીજા આપણા ગુજરાતી હરિલાલ ઝવેરી જેને સંજીવ કુમારના નામથી ઓળખીએ છીએ.

સંજીવ કુમારનો જન્મ આજના દિવસે 1938ની સાલમાં સુરતમાં થયો હતો. વેપારી પરિવારમાં જન્મેલા હરીભાઈ નાના હતા ત્યારે પરિવાર મુંબઈ આવ્યો અને હરીભાઈને અભિનયની દુનિયામાં આવવાની ચાનક ચડી. 1960માં આવેલી હમ હિન્દુસ્તાનીથી તેમણે ફિલ્મીદુનિયામાં પ્રવેશ કર્યો અને ત્યારબાદ ખિલૌના, અનામિકા, કોશિશ, હર નયા દિન હર નયી રાત, સીતા ઔર ગીતા અને ઑલ ટાઈમ ક્લાસિક શોલે જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય આપ્યો.

ફિલ્મમોમાં ભલે તેમણે તે સમયની ટોચની તમામ હીરોઈનો સાથે કામ કર્યું પણ રીયલ લાઈફમાં પ્રેમને ન પામી શક્યા. સંજીવ કુમારનું નામ આમ તો જયા ભાદુડી (બચ્ચન) સાથે પણ જોડાયેલું હતું પણ એમ કહેવાય છે કે તેમનો પહેલો પ્રેમ ડ્રિમગર્લ હેમામાલિની હતો. સીતા ઔર ગીતાના શૂટિંગ દરમિયાન તે હેમાના પ્રેમમાં પાગલ થયા અને તેનો હાથ માંગવા તેનાં ઘરે પણ પહોંચી ગયા, પણ હેમા માલિની માતાએ ના પાડી દીધી. તે સમયની અભિનેત્રી સુલક્ષણા પંડિત સંજીવ કુમાર પર જીવ રેડતી હતી, પરંતુ સંજીવ એટલા નિરાશ થયા કે તેમણે લગ્ન ન કરવાનો નિર્ણય લઈ લીધો. સંજીવ કુમારને જીવનભર બીજો એક ડર પણ સતાવતો હતો. તેના પરિવારના મોટા ભાગના પુરુષો નાની ઉંમરે મૃત્યુ પામ્યા હતા. સંજીવને પણ મોત ડરાવતી હતી અને બન્યુ પણ એવું 47 વર્ષની ઉંમરે જ તેમનું નિધન થયું.

આવી જ દુખભરેલી જિંદગી ગુરુદત્તની રહી. હિન્દીફિલમ જગતને પ્યાસા, સીઆઈડી, કાગઝ કે ફૂલ જેવી ઉત્કૃષ્ટ ફિલ્મો આપનારા ગુરુદત્તનો જન્મ 9 જુલાઈ, 1925માં કર્ણાટકમાં થયો હતો, પણ તેમનું બાળપણ કોલકાત્તામાં વિત્યું. નાની ઉંમરથી તેમનો થિયેટર પ્રત્યે ઝૂકાવ રહ્યો. મુંબઈ આવ્યા અને દેવ આનંદ સાથે તેમની મિત્રતા થઈ. આ મિત્રતા તેને ફળી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગદંડો જમાવ્યો.

તેઓ પણ સંજીવ કુમારની જેમ એકલતાવાળું જીવન જીવ્યા. જોકે સંજીવ કુમાર કરતા તેમની લવલાઈફ અગલ રહી. ફિલ્મ બાઝીના એક ગીત માટે તેઓ સુપ્રસિદ્ધ ગાયિકા ગીતા (દત્ત)ને મળવા ગયા. તેમની આ મુલાકાત પ્રેમમાં પરિણમી અને બન્નેએ 1953માં લગ્ન કર્યા અને ત્રણ સંતાનના માતા-પિતા પણ બન્યા, પણ ત્યારબાદ ફિલ્મ સીઆઈડીના શૂટિંગ સમયે ગુરુદત્ત અને વહીદા રહેમાન નજીક આવ્યા. બન્નેએ સાથે ફિલ્મો કરી અને તેમના સંબંધની વાત ફેલાઈ. આ વાત ગીતા દત્ત સુધીપણ પહોંચી અને બન્ને વચ્ચે દરાર પેદા થઈ.

બીજી બાજુ વહીદા ગુરુ દત્ત માટે પઝેસિવ બનતા ગયા અને ગુરુ દત્ત તેમના પણ ન થઈ શક્યા અને બન્ને તેમનાથી દૂર થઈ ગયા. ગુરુ દત્તના પુત્ર અરૂણના એક ઈન્ટરવ્યુ અનુસાર તેના માતા-પિતા 1963માં છૂટા પડ્યા અને 1964માં ગુરુ દત્ત મૃત્યુ પામ્યા. ગુરુદત્તે એક દિવસ પહેલા પોતાની આગામી ફિલ્મ માટે મિત્ર અબરાર સાથે વાત કરી હતી અને બીજા દિવસે તેઓ તેમના ઘરમાંથી મૃત હાલતમાં મળ્યા હતા. તેમના મૃત્યુને આત્મહત્યા પણ કહેવામાં આવી હતી. તેમની એ છેલ્લી ફિલ્મ હતી બહારેં ફિર ભી આયેગી અને તે ધર્મેન્દ્રએ તેમના મૃત્યુ બાદ પૂરી કરી હતી.


આજે આ બન્ને સિતારા આપણી સાથે નથી, પણ તેમની કલાકૃતિઓ ધ્રુવતારાની જેમ ચમક્યા કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…