Happy Birthday: હજારો દિલોની ધડકન પણ જીવનસાથીએ દિલ તોડ્યું ને…

આજેપણ યુવતીઓના મનમાં એવું ઠાંસીને ભરવામાં આવે છે કે પતિ કે પ્રેમીને સાચવી રાખવા માટે સુંદર લાગવું જરૂરી છે. પુરુષો સ્ત્રીની સુંદરતાથી બંધાયેલા રહે છે, પરંતુ જેણે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હોય અને જે લાખો પુરુષોના સપનાની રાણી બની ગઈ હોય તેને જ્યારે લગ્નજીવનમાં દગો મળે ત્યારે…આજની બર્થ ડે સેલિબ્રિટી સાથે આવું જ કંઈક થયું છે. સુંદરતા અને સફળતા બન્ને હોવા છતાં પોતે પતિ અને સંતાનો માટે બધું છોડ્યું, પણ પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોની જાણ થતાં ભાંગી પડી અને અંતે બે સંતાન સાથે એકલા જીવન વિતાવવું પડ્યું. 70 અને 80ના દાયકાની સોહની કે નૂરી બનીને લાખો દિલો પર રાજ કરનારી પૂનમ ધિલ્લોનનો આજે 63મો જન્મદિવસ છે.

કાનપૂરમાં જન્મેલી પૂનમ ધિલ્લોને 1977માં મિસ ઈન્ડિયા બની હતી અને 1979માં તેની પહેલી ફિલ્મ ત્રિશૂલ આવી હતી. સ્કૂલમાં રજાઓ પર તેણે આ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું અને ગપુચી ગપુચી ગમ ગમ ગીતથી ઘણી ફેમસ થઈ. આ દરમિયાન તેનું નામ યશ ચોપરા સાથે પણ જોડાયું. ત્યારબાદ ઘણી સારી ફિલ્મો કરી પૂનમે પોતાની જગ્યા બનાવી. 1988માં ફિલ્મ પ્રોડ્યુસર અશોક ઠાકરિયા સાથે તેણે લગ્ન કર્યા.

લગ્ન બાદ તેણે કરિયર પર બ્રેક મારી અને અનમોલ અને પલાવા નામના બે સંતાનને જન્મ આપી તેની સંભાળમા લાગી પડી. જોકે પતિ સાથેના સંબંધો ધીમે ધીમે ફીક્કા પડી ગયા અને તેવામાં પૂનમને ખબર પડી કરે પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ ધરાવે છે. મીડિયા અહેવાલ તો એમ પણ કહે છે કે પતિને પાછો લાવવા પૂનમે પોતે પણ એક્સટ્રા મેરિટલ અફેર રાખ્યો પણ કંઈ ફરક પડ્યો નહીં. આખરે 1997માં તે પતિથી અલગ થઈ અને બન્ને સંતાનની જવાબદારી એકલા હાથે ઉપાડી.
આપણ વાંચો: ‘ફિલ્મની શરૂઆતની 10 મિનીટ જોવાનું શુકશો નહીં…’ અક્ષય કુમારે હાથ જોડીને વિનંતી કરી

પૂનમ હવે 63ની થઈ છે અને એકલી જ રહે છે. તેની દીકરીએ દોનોં ફિલ્મમાં કામ કરી ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો છે. દીકરો ફિલ્મોથી દૂર છે. મીડિયા અહેવાલો અનુસાર પૂનમ 22 કરોડની માલિકણ છે અને સારી લાઈફ જીવે છે. પૂનમ તેનાં જમાનાની અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરે અને રતિ અગ્નિહોત્રી સાથે ટીવી શૉમાં જોવા મળે છે. હજુપણ તેનો ગોળ અને ચમકતો ચહેરો એટલો જ સુંદર લાગે છે. પૂનમને જન્મદિવસની શુભેચ્છા…
આપણ વાંચો: ‘ફિલ્મની શરૂઆતની 10 મિનીટ જોવાનું ચુકશો નહીં…’ અક્ષય કુમારે હાથ જોડીને વિનંતી કરી