મનોરંજન

Happy Birthday: હીરો બનીને જે કમાલ ન કરી તે વિલન બની કરી બતાવી

કુત્તે કમીને મેં તેરા ખુન પી જાઉંગા, ચુન ચુન કે બદલા લુંગા…આ ડાયલૉગ સાંભળીને તમને પંજાબ દા પુત્તર ધર્મેન્દ્રની યાદ આવે. સ્ક્રીન પર વિલન સાથે ઢીશૂમ ઢીશૂમ કરતા આ હીમેનના બે પુત્રોમાંથી એક તો તેમના જેવો હીમેન જ બન્યો, પણ બીજાએ હીરોને બદલે વિલન બની ભારે સફળતા મેળવી છે. આજે એ જ વિલન બૉબી દેઓલ (Bobby Deol)નો જન્મદિવસ છે. બૉબી તેનો 55મો જન્મદિવસ મનાવી રહ્યો છે ત્યારે આજે તેની હીરો તરીકેની નહીં પણ વિલન તરીકેની સફર તમને જણાવશું, બોબીનો જન્મ 27 જાન્યુઆરી 1969ના રોજ મુંબઈમાં થયો હતો. તે પીઢ અભિનેતા ધર્મેન્દ્રનો નાનો પુત્ર અને સની દેઓલનો નાનો ભાઈ છે.

બોબી દેઓલે ફિલ્મ બરસાતથી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ઘણી ફિલ્મોમાં કામ કર્યા બાદ તે અચાનક ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયો અને ‘રેસ થ્રીથી કમબેક કર્યું. તાજેતરમાં સુપરહીટ થયેલી ફિલ્મ એનિમલમાં તે અબરારના રોલમાં છે. સાડા ત્રણ કલાક લાંબી ફિલ્મમાં તે માંડ વિસેક મિનિટ માટે જ છે, પરંતુ વિલન તરીકેનો તેનો પ્રભાવ તે દર્શકો પર છોડી જાય છે. જોકે વિલન બનવાની તેની સફર લગભગ બાદલ ફિલ્મથી શરૂ થઈ હતી. બોબી દેઓલની કારકિર્દી તેના ભાઈ અને પિતાની જેમ રોમેન્ટિક હીરો તરીકે શરૂ થઈ હતી.

પરંતુ, તે ફિલ્મ બાદલમાં વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આમાં તેણે આતંકવાદીની ભૂમિકા ભજવી હતી અને તે લોકોને ગમી ગયો હતો. તે બાદ આવી બિછ્છુ. આ ફિલ્મ પણ આ યાદીમાં છે. બોબી દેઓલે તેમાં નકારાત્મક ભૂમિકા ભજવી હતી, જે ખોટા લોકો દ્વારા વારંવાર થતા અત્યાચારને કારણે ખોટો રસ્તો અપનાવે છે. જોકે ચાહકોને તેની ભૂમિકા પસંદ આવી હતી. તે બાદ શકા લાકા બૂમ-બૂમમાં પણ નેગેટિવ રોલ કર્યો હતો.

આ ફિલ્મમાં તેની સાથે કંગના રનૌત પણ સ્ક્રીન શેર કરતી જોવા મળી હતી. નકારાત્મક પાત્રોવાળી ફિલ્મોની યાદીમાં આનો પણ સમાવેશ થાય છે. આ સિવાય બોબી દેઓલે પણ ઓટીટી પર તેની નેગેટિવ ભૂમિકાઓથી ઘણી વાહવાહી મેળવી છે. તમે ઈશારો સમજી જ ગયા હશો, હા વાત કરી રહ્યા છીએ આશ્રમ શ્રેણીની. આમાં બાબા નિરાલાના પાત્રે ન માત્ર બોબીને OTTનો સ્ટાર બનાવ્યો, પરંતુ તે બીજી ઈનિંગમાં તેની કારકિર્દી માટે પણ શાનદાર સાબિત થયો. તેની ત્રણેય સિઝન સુપરહિટ રહી છે અને તેનો નેગેટિવ શેડ તેની નવી ઓળખ બની ગયો. આ યાદીમાં ફિલ્મ ‘લવ હોસ્ટેલ’ પણ સામેલ છે.

આ ફિલ્મ 2022 માં રીલિઝ થઈ હતી અને તેમાં તે એક ભયાનક વિલન તરીકે જોવા મળ્યો હતો. ‘એનિમલ’ની વાત કરીએ તો આ ફિલ્મમાં બોબી દેઓલ ભાગ્યે જ દસ મિનિટ સુધી જોવા મળ્યો હતો. પરંતુ, અબરારના પાત્રે શો ચોરી લીધો. આ આ હીરો વિલન બનીને હીરો બની ગયો. આજે તેના બર્થ ડે પર ભાઈ સન્ની સહિત તમામે અભિનંદનની વર્ષા કરી છે તો ચાલો આપણે પણ બોબીને બર્થ ડે વિશ કરી દઈએ…હેપ્પી બર્થ ડે બોબી…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…