Happy Birthday: એક સમયે વાજતે ગાજતે માર્કશીટ ઘરે લઈ ગયો તો ને બની ગયો એક્ટર

ઊંચું કદ, પહાડી અવાજ, પ્રભાવી ચહેરો અને અભિનયમાં એક્કો. માત્ર અભિનય નહીં કવિ અને લેખક પણ. હા આજની બર્થ ડે સેલિબ્રિટી મલ્ટિટેલેન્ડેટ છે અને પોતાનું હીર સાબિત કરી ચૂકી છે. આ અભિનેતાને તમે વિલન તરીકે જૂઓ ત્યારે ખુંખાર લાગે છે, રૉના એજન્ટ તરીકે જૂઓ ત્યારે દેશપ્રેમી લાગે છે, પિતા તરીકે જૂઓ તો પ્રેમાળ લાગે છે અને એક અભિનેતાની આ જ ખૂબી હોય છે જે તેને ખરો કલાકાર બનાવે છે. આ કલાકાર એટલે આશુતોષ રાણા. આજે આશુતોષનો 57મો જન્મદિવસ છે.
જોકે અભિનયમાં એક્કો સાબિત થનારા રાણાને અભિનેતાને બદલે નેતા બનવું હતું. આ માટે તેણે મધ્ય પ્રદેશની સાગર કૉલેજ જોઈન કરી અને વિદ્યાર્થી નેતા તરીકે કામ કર્યું, પરંતુ તેની પ્રતીભાને જોતા ગુરુએ કહ્યું કે તું તારી પ્રતીભા આ બધામાં વેડફી રહ્યો છે, તું અભિનેતા બનવા જન્મ્યો છે. ત્યારબાદ આશુતોષે થિયેટર ગ્રુપ જોઈન કર્યુ અને આ મુકામ પર પહોંચ્યો છે.

આશુતોષે એક ઈન્ટરવ્યુમાં રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. તે જ્યારે 11માં ધોરણમાં હતો ત્યારે પણ તે નેતાગીરી કરતો હતો. સ્કૂલમાં દરેકને લાગતું હતું કે તે ફેલ થશે. તે સમયે પરીક્ષાઓ પણ ઘણી અઘરી હતી.
Also Read – પિંક ડિઝાઈનર આઉટફિટમાં બોલીવૂડની બ્યુટીફૂલ બેબે પોસ્ટ કર્યા એવા ફોટો કે…
જ્યારે પરિણામ આવ્યું ત્યારે આશુતોષ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયો. તેની માર્ક્સશીટ રેલવે દ્વારા સ્ટેશન પર આવી. પોતે નેતા હતો એટલે ચેલા હોવાના જ. રેલવેથી ટ્રોલી પર તેની માર્ક્સશીટ લાવવામાં આવી અને વાજતેગાજતે ગામમાં ફેરવી ઘરે લાવવામાં આવી હતી.

આશુતોષે એટલી જ પ્રતીભાશાળી અભિનેત્રી રેણુકા શહાણે સાથે લગ્ન કર્યા છે. બન્નેને બે પુત્રો છે. છેલ્લે આશુતોષ શાહરૂખની પઠાણમાં જોવા મળ્યો હતો.
આશુતોષને જન્મદિવસની શુભેચ્છા.