મનોરંજન

Happy Birthday: 21 વર્ષની ઉંમરે એવું કામ કર્યું કે લોકો કહેતા કે તારા લગ્ન નહીં થાય

જમાનો ઘણો બદલાય છે, પણ અમુક બાબતોએ માનસિકતા બદલાતી નથી. આવી સમસ્યા સામાન્ય લોકોને નહીં સેલિબ્રેટીને પણ નડે છે. આજની બર્થ ડે સેલિબ્રિટીએ 21 વર્ષની ઉંમરે એટલે કે આજથી વીસેક વર્ષ પહેલા એવો નિર્ણય કર્યો કે લોકો તેને કહેતા કે તેનાં લગ્ન નહીં થાય, કોઈ છોકરો તેને પરણવા તૈયાર નહીં થાય. જોકે બધાની વાત ખોટી પડી અને આજે તે મોટા ફિલ્મ વિતરકની પત્ની છે.

આજે બોલિવૂડની ‘મસ્ત-મસ્ત’ ગર્લ એટલે કે અભિનેત્રી રવિના ટંડનનો જન્મદિવસ છે. આજે 26 ઓક્ટોબરે રવિના તેનો 49મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. રવિનાએ નાનપણથી જ ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. રવીનાએ સલમાન ખાન સાથે 1991માં ‘પત્થર કે ફૂલ’થી ડેબ્યૂ કર્યું હતું. પહેલી જ ફિલ્મે રવિના માટે બોલિવૂડના દરવાજા ખોલ્યા અને તે ‘મોહરા’, ‘દિલવાલે’, ‘બડે મિયાં છોટે મિયાં’, ‘અંદાઝ અપના અપના’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. એક તરફ રવિના ટંડનનું કરિયર સફળતાના શિખરો પર હતું તો બીજી તરફ રવિનાના માતા બનવાના નિર્ણયે બધાને ચોંકાવી દીધા હતા. જીહા, રવિના ટંડન 21 વર્ષની ઉંમરે પરણ્યા વિના બે દીકરીઓની માતા બની હતી, જેમના નામ છાયા અને પૂજા છે. જ્યારે રવિનાએ તેની મોટી દીકરી છાયાને દત્તક લીધી ત્યારે તે 11 વર્ષની હતી જ્યારે પૂજા 8 વર્ષની હતી. રવિનાએ છાયા અને પૂજાના ભણતર પર પણ સંપૂર્ણ ધ્યાન આપ્યું છે. છાયા એર હોસ્ટેસ છે અને પૂજા ઈવેન્ટ મેનેજર છે. રવિનાએ તેની બંને દીકરીઓના લગ્ન પણ કરાવી દીધા છે અને તેમના ઘરે સંતાનો છે એટલે રવિના નાની પણ બની ગઈ છે.

મળતી માહિતી અનુસાર આ બન્ને છોકરીઓ તેના પિતરાઈ ભાઈની છે. છોકરીઓની માતા મૃત્યુ પામ્યા બાદ રવિનાને લાગ્યું કે તેનો બરાબર ઉછેર થતો નથી, આથી તેણે તેને દત્તક લીધી અને કાનૂની રીતે તેની માતા બની સંભાળ લેવાનો નિર્ણય લીધો. તે સમયે બધા તેને કહેતા કે તેની સાથે કોઈ છોકરો લગ્ન કરવા તૈયાર નહીં થાય. આ જવાબદારી સાથે કોઈ પરિવાર તને વહુ નહી બનાવે. પણ આવું કંઈ ન થયું ને 2004માં રવિનાએ અનિલ થડાની સાથે લગ્ન કર્યા અને તેમનાં બે સંતાન પુત્રી રાશા અને પુત્ર રણબીર વર્ધન છે.

રવિના તાજેતરમાં ફરી ઓટીટી પર દેખાઈ હતી. તેનાં જન્મદિવસ નિમિત્તે બોલીવૂડમાં આવવા માગતી દીકરી રાશાએ વીડિયો શેર કર્યા હતા. ફેન્સે તેને જન્મદિવસની શુભકામના આપી હતી.

અભિનેત્રીને આપણે પણ આપી દઈએ જન્મદિવસની શુભકામનાઓ…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

One Comment

  1. HAPPY BIRTHDAY RAVINA JI GOD BLESS YOU TO HAPPY ALL TIME YOU AND YOUR FAMILY.
    YOU ARE SUCCESSFULLY TO YOUR CARRIER
    I WISH YOU HAPPY BIRTHDAY
    AND
    ALL THE BEST.,.

Back to top button