Happiest Birthday Anna: જે ત્રણ બિલ્ડિંગમાં પિતા કરતાં હતા સાફ સફાઈ, એનો જ માલિક છે આજનો Birthday Boy…
આજે બોલીવુડના અન્ના તરીકે ઓળખાતા સુનીલ શેટ્ટી (Suniel Shetty) પોતાનો 63મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. આજે કરોડોની નેટવર્થ ધરાવતા આપણા અન્ના અને એમના પિતાનું શરૂઆતનું જીવન ખૂબ સંઘર્ષમય રહ્યું છે. ખુદ સુનિલ શેટ્ટીએ આ વિશે ભારતી સિંહ (Bharti Singh) અને હર્ષ લિંબાચિયા (Harsh Limbachiya)ના શો પર આ વિશે વાત કરી હતી. ચાલો જોઈએ શું છે અન્નાની સ્ટ્રગલ સ્ટોરી…
63 વર્ષે પણ સુનિલ શેટ્ટીની ફિટનેસ ભલભલા જુવાનિયાઓને શરમાવે એવી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અન્નાની ઓળખ હમેશાં જ એક ડાઉન ટુ અર્થ અને સરળ સ્વભાવના વ્યક્તિ તરીકેની છે. એક એક્ટર તરીકે તો અન્ના ઉમદા કલાકાર છે જ પણ એક માણસ તરીકે પણ તેઓ એટલા જ ઉમદા છે. આવા આ અન્ના હાલમાં કોમેડિયન ભારતી સિંહ અને હર્ષના પોડકાસ્ટ પર પોતાના અને પિતાના સંઘર્ષભર્યા દિવસોને યાદ કરીને ભાવુક થઈ ગયા હતી.
પોડકાસ્ટ પર વાત કરતાં અન્નાએ જણાવ્યું હતું કે તેમના પિતા વીરપ્પા શેટ્ટી નવ વર્ષની ઉંમરે ઘરથી ભાગીને મુંબઈ આવી ગયા હતા. તેઓ શરૂઆતમાં એક સાઉથ ઈન્ડિયન હોટેલમાં ટેબલ સાફ કરવાનું કામ કરતા હતા. તેમની હાઈટ નાની હોવાને કારણે ચારે બાજુથી ટેબલ સાફ કરવા માટે તેમને ચાર ચક્કર લગાવવા પડતાં હતા. બાદમાં તેઓ એ જ હોટેલમાં મેનેજર બની ગયા અને બાદમાં એ જ ત્રણ ઈમારતના માલિક બની ગયા જ્યાં તેમના પિતા ક્યારેક કામ કરતા હતા. આવું થયું કારણ કે પિતાએ એ ત્રણેય ઈમારત તેના મૂળ માલિક પાસેથી ખરીદી લીધી હતી.
આ પણ વાંચો :આ વ્યક્તિ છે Aishwarya Rai-Bachchan અને Abhishek Bachchanના Divorceનું કારણ?
સુનીલ શેટ્ટીએ આગળ જણાવ્યું કે, ‘અમારી કોમ્યુનિટીની ખાડિયાત છે કે અમે એકબીજાને મદદ કરીએ છીએ, ટેકો આપીએ છીએ. પપ્પાનું પહેલું કામ ટેબલ સાફ કરવાનું હતું અને એ સમયે તેમની પાસે સુવા માટે કોઈ પલંગ કે ગાદલું નહોતું એટલે તેઓ ચોખાની ગુણીની પથારી કરીને સૂઈ જતા.
ધીરે ધીરે પિતા આગળ વધ્યા અને મેનેજર બન્યા. દરમિયાન પપ્પાના બોસે ત્રણ બિલ્ડિંગ ખરીદી હતી અને પિતાને તેનું સંચાલન કરવા કહ્યું હતું. જ્યારે બોસ નિવૃત્ત થયા, ત્યારે પિતાએ ત્રણેય ઇમારતો ખરીદી લીધી. હવે એ મારી માલિકીની છે.
પિતાની જેમ જ અન્નાએ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સ્ટ્રગલ કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. સુનિલ શેટ્ટીએ પોતાના શામળા વાનને ક્યારેય પોતાના કરિયરમાં બાધા નથી બનવા દીધો.90ના દાયકામાં જ્યારે કોઈ હિરોઈન તેમના આ કલર કૉમ્પ્લેક્સને કારણે તેમની સાથે કામ કરવા તૈયાર નહોતી ત્યારે દિવ્યા ભારતી તેમના માટે વરદાનરૂપ થઈને આગળ આવી અને તેમની સાથે કામ કર્યું. 30 વર્ષોમાં અન્નાએ અનેક હિરોઈન સાથે કામ કર્યું પણ દિવ્યા ભારતી અન્ના માટે હમેંશા સ્પેશિયલ રહી છે. હાલમાં ભલે અન્ના ફિલ્મોથી દુર છે પણ આજે અન્નાની નેટવર્થ કરોડોમાં છે અને તેઓ રિયાલિટી ડાન્સ શોમાં જજ તરીકે પણ જોવા મળ્યા છે.