આ વ્યક્તિ છે Aishwarya Rai-Bachchan અને Abhishek Bachchanના Divorceનું કારણ?
બોલીવૂડના પાવરફૂલ અને પોપ્યુલર કપલ્સની વાત ચાલી રહી હોય અને એમાં ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)નું નામ ના આવે તો કેમ ચાલે? હાલમાં ભલે આ કપલ વચ્ચે કંઈ ઠીક ના ચાલી રહ્યું હોય તો પણ એક સમયે આ કપલ બોલીવૂડનું મોસ્ટ ક્યુટ અને લવેબલ કપલ હતું અને હાલમાં બંનેના ડિવોર્સની વાત ચાલી રહી છે, પરંતુ શું ક્યારેય વિચાર્યું છે ખરું કે આખરે બંનેના ડિવોર્સની વાતો ક્યાંથી અને કેવી રીતે શરુ થઈ? ચાલો આજે તમને જણાવીએ-
મીડિયા રિપોર્ટ્સની વાતો પર વિશ્વાસ કરીએ તો ઐશ્વર્યા અને અભિષેકના ડિવોર્સની રૂમર્સ વચ્ચે હવે એક નવું નામ સામે આવ્યું છે. આ નવું નામ બચ્ચન પરિવાર સાથે કનેક્ટેડ નથી પણ હા ઐશ્વર્યા સાથે ચોક્કસ જ તેનું કનેક્શન છે. આ નવું નામ છે ડો. જિરાક માર્કર છે. ઐશ્વર્યા અને આ જિરાક માર્કર વચ્ચે લાંબા સમયથી દોસ્તી છે. હવે નેટિઝન્સ એવો દાવો કરી રહ્યા છે કે જો ઐશ્વર્યાનું નામ આ જિરાક સાથે ના જોડાયું હોત તો કદાચ ઐશ્વર્યા અને અભિષેકના ડિવોર્સની ચર્ચાઓ શરૂ ના થઈ હોત.
આ પણ વાંચો : પરિવારની આ ખાસિયત નહીં તૂટવા દે Abhishek Bachchan અને Aishwarya Rai-Bachchanનો સંબંધ…
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય-બચ્ચન અને જિરાક માર્કર લાંબા સમથી સારા મિત્રો છે. જ્યારે એક ઈવેન્ટમાં બંને જણના સાથે પડાવેલા ફોટો સોશિયલ મીડિયા વાઈરલ થયા ત્યારથી લોકોએ એવી અટકળો લગાવવાનું શરૂ કરી દીધું કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. કેટલાક લોકોનું તો એવું પણ માનવું છે કે જિરાક અને ઐશ્વર્યાની આ ગાઢ મૈત્રી જ અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે પડેલાં ભંગાણનું કારણ બની શકે છે. જોકે, આ બધી તો વાતો જ છે, હકીકત તો ઐશ્વર્યા અને અભિષેકને જ ખબર હશે.
છેલ્લાં કેટલાય મહિનાઓથી ઐશ્વર્યા અને અભિષેક વચ્ચેના ખટરાગની વાતો અને અહેવાલોથી અખબારો અને મેગેઝિન્સના પાના ભરાયેલા જોવા મળે છે. આ રૂમર્સને ત્યારે વધારે હવા મળી જ્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન બચ્ચન પરિવાર અને ઐશ્વર્યાએ દીકરી આરાધ્યા બચ્ચન સાથે અલગ એન્ટ્રી લીધી હતી. હવે આ બધા સમાચારોની હકીકત શું છે એ તો ઐશ્વર્યા રાય બચ્ચન અને બચ્ચન પરિવાર જ જણાવી શકે છે.