મનોરંજન

શાહરુખ ખાનને એવું શું થયું કે લગ્નના કાર્યક્રમમાં આમ ચાલવું પડ્યું…

મુંબઈ: બૉલીવુડના કિંગ ખાન શાહરુખ ખાન ફિલ્મ મેકર આનંદ પંડિતની દીકરી એશ્વર્યાના વેડિંગ રિસેપ્શનમાં આવ્યા હતા. આ વેડિંગ રિસેપ્શનમાં શાહરુખ ખાનનો એક વીડિયો જોરદાર વાઇરલ થઈ રહ્યો છે, જોકે આ વીડિયો શાહરુખના લૂક કે નવી સ્ટાઈલને કારણે નહીં પણ અમુક એવી બાબતોને લઈ ચર્ચામાં રહે છે, જેમાં તાજેતરમાં કિંગ ખાનના પગમાં મોચ આવી જતા લંગડાતા ચાલવાનો વીડિયો વાઈરલ થયો હતો.

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે શાહરુખ ખાને આનંદ પંડિતની દીકરી ઐશ્વર્યાના વેડિંગ રિસેપ્શનમાં હાજરી આપી હતી. આ દરમિયાન સ્ટેજ પર ચડતી વખતે શાહરુખ ખાન લંગડાઈને ચાલતો જોવા મળી રહ્યો. શાહરુખના પગમાં મોચ આવી છે, જેથી તે લંગડાઈને ચાલી રહ્યો છે, એવો દાવો પણ અનેક લોકોએ કર્યો છે. જોકે શાહરુખના આ વીડિયોને લઈને લોકોએ તેના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે.

શાહરુખના આ વીડિયો પર લોકોએ કમેન્ટમાં તેમના ડાબા પગમાં કોઈ તકલીફ છે. આઇપીએલમાં દિલ્હી સામેની એક મેચમાં પણ શાહરુખ ખાન લંગડાઈને ચાલી રહ્યા હતા. જોકે આ બાબતે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી કે શાહરુખ ખાનને શું થયું છે. જોકે શાહરુખના ચાહકોએ તેની તબિયત માટે પ્રાર્થના કરી છે અને તે જલદીથી સાજો થઈ જાય એવું પણ કહી રહ્યા છે.

આનંદ પંડિતની દીકરીના રિસેપ્શનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક સિતારાઓ આવ્યા હતા. શાહરુખ ખાન સાથે તાપસી પન્નુ, રૂપાલી ગાંગુલી, મલ્લિકા શેરાવત, ઈમરાન હાશ્મી, મૌની રોય, અભિષેક બચ્ચન, રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર જેવા અનેક કલાકારોએ આનંદ પંડિતની દીકરીના રિસેપ્શનમાં હાજરી આપી હતી. આગામી સમયમાં શાહરુખ ખાન ‘ટાઈગર વર્સેસ પઠાણ’ ફિલ્મ પર કામ કરી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button