મનોરંજન

વીકએન્ડ બાદ પણ હનુમાન માટે દર્શકોનો ધસારો જોવા મળ્યો હતો……

મુંબઈ: તેજા સજ્જાની ફિલ્મ ‘હનુમાન’ 12 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સારી કમાણી કરી રહી છે. શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મનું બજેટ બહુ મોટું નથી. તેમજ તેમાં કોઈ મોટો સુપરસ્ટાર નથી. તેમ છતાં તેજા સજ્જાની ફિલ્મ શાનદાર કલેક્શન કરી રહી છે. આ ફિલ્મને રિલીઝ થયાને ચાર દિવસ થઈ ગયા છે અને આ ચાર દિવસમાં ફિલ્મે 50 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

મર્યાદિત બજેટમાં બનેલી ‘હનુમાન’ની સ્પેશિયલ ઈફેક્ટ્સ અને વિઝ્યુઅલના વખાણ થઈ રહ્યા છે. પૌરાણિક કથાઓ પર આધારિત આ ફિલ્મ પારિવારિક દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ઓરિજિનલ તેલુગુ વર્ઝનની સાથે ‘હનુમાન’ હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડમાં પણ રિલીઝ થઈ છે. ‘હનુમાન’નો ક્રેઝ એવો છે કે સોલિડ વીકએન્ડ પછી સોમવારે પણ ફિલ્મે સારી કમાણી કરી છે.  ‘હનુમાન’એ પહેલા દિવસે 8.05 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી. બીજા દિવસે ફિલ્મે 12.45 કરોડનું શાનદાર કલેક્શન કર્યું હતું. ત્રીજા દિવસે ફિલ્મની કમાણી વધી છે અને ફિલ્મે 16 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ઉપરાંત ચોથા દિવસે ફિલ્મે અત્યાર સુધીમાં 11.7 કરોડ જેટલી આવક કરી છે. આમ બોક્સ ઓફિસ પર ‘હનુમાન’નું કુલ કલેક્શન 52.35 કરોડ રૂપિયા થઈ ગયું છે.


ઉલ્લેખનીય છે કે ‘હનુમાન’ના મેકર્સે ફિલ્મના પહેલા દિવસના કલેક્શનમાંથી 14 લાખ રૂપિયા અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે દાનમાં આપ્યા છે. નિર્માતાઓએ અગાઉ જણાવ્યું હતું કે ફિલ્મની જેટલી પણ ટિકિટો વેચાશે તે દરેક ટિકિટમાંથી 5 રૂપિયા રામ મંદિરને દાનમાં આપશે. જો કે વીકએન્ડ બાદ પણ ફિલ્મ જોવા માટે દર્શકોનો ઘસારો જોવા મળ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button