…તો આજે અડધું અંધેરી મારું હોત, Bollywood’s Actorનો ચોંકાવનારો દાવો!
હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ગયા ને? કે આખરે કયા બોલીવુડ એક્ટરે આવો દાવો કર્યો છે અને આખરે કેમ? ચાલો સસ્પેન્સ પરથી પડદો ઉઠાવી દઈએ કે કોણ છે આ સેલિબ્રિટી… આ હીરો બીજું કોઈ નહીં પણ આપણા સૌના લાડકા જગ્ગુદાદા એટલે કે જેકી શ્રોફ…
ચાલીસ વર્ષની પોતાની ફિલ્મી કરિયરમાં જગ્ગુદાદાએ અનેક બ્લોકબસ્ટર ફિલ્મો કરીને પોતાની આગવી શૈલીમાં દર્શકોનું મનોરંજન કર્યું છે. પરંતુ હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં જગ્ગુદાદાએ પોતાની પર્સનલ લાઈફ લઈને ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમણે જીવનમાં અનેક ખોટા નિર્ણયો લીધા છે. જો મેં એ સમયે સમજી વિચારીને નિર્ણય લીધા હોત તો આજે અડધું અંધેરી મારું હોત.
જગ્ગુદાદાએ આગળ એવું પણ કહ્યું હતું કે જો એ સમયે મેં સમજી વિચારીને પૈસા પ્રોપર્ટીમાં પૈસા રોક્યા હોત તો આજે પરિસ્થિતિ અલગ હોત. પણ એ સમયે મેં બધા પૈસા ગાડીઓ બાઈક ખરીદવામાં અને જલસા કરવામાં ઉડાડી દીધા. હવે જ્યારે હું પણ ભૂતકાળ વિશે વિચાર કરું છું ત્યારે મને એનો પારાવાર પસ્તાવો થઈ રહ્યો છે.
અહીંયાં તમારી જાણ માટે કે આપણા લાડકા જગ્ગુદાદાને વિંટેજ કાર અને બાઈકનો ખૂબ જ શોખ છે અને તેમણે પોતાના જીવનમાં કાર અને બાઈક પાછળ ખૂબ જ દિલથી ખર્ચો કર્યો હતો. જગ્ગુદાદા એ કહ્યું કે જો તેમણે એવું ન કર્યું હોત તો તેમની પાસે એટલો પૈસો હતો કે તેઓ અડધું અંધેરી ખરીદી શક્યા હોત. પરંતુ એ સમયે તેમણે પૈસા કોઈ જગ્યાએ રોકવાને બદલે ગાડી અને બાઈક ખરીવામાં ખર્ચી નાખ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે જગ્ગુદાદા છેલ્લે OTT પ્લેટફોર્મ પર રીલિઝ થયેલી ફિલ્મ મસ્ત મેં રહેને કામાં એક્ટિંગ કરતાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે નીના ગુપ્તા પણ જોવા મળી હતી.