મનોરંજન

એ સ્મશાનમાં રોવા લાગી, અચાનક ગુજરાતી બોલવા લાગી… ટીવીના એક્ટરે જણાવ્યો ડરામણો અનુભવ

ટીવી એક્ટર ગુરમીત ચૌધરી એવા ટીવી કલાકારોમાંથી છે કે જેને દર્શકોએ સૌથી વધુ પ્રેમ આપ્યો હોય. ટીવી સિરીયલ રામાયણમાં રામ બનીને તેમણે દર્શકોના દિલો-દિમાગ પર રાજ કર્યું. આ સિરીયલે તેને નામ અને ફેમ તો અપાવ્યા પણ એની સાથે સાથે તેને તેની લાઈફ પાર્ટનર એટલે કે દેબિના બેનર્જી પણ મેળવી આપી હતી. આ શોમાં જ દેબિના સીતા બની હતી. હવે ગુરમીતે રામાયણની શૂટિંગ સમયનો ડરામણો એક્સપિરીયન્સ શેર કર્યો છે. આવો જોઈએ કોના વિશે વાત કરી ગુરમીતે…

ગુરમીતે થોડાક સમય પહેલાં જ આ શોના શૂટિંગ સમયનો એક અનુભવ શેર કર્યો હતો, આ અનુભવ સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. વિજ્ઞાન ભલે ભૂતપ્રેતને ના માને પણ દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેકને ક્યારેક તો એવો ડરામણો અનુભવ કર્યો હોય છે. ગુરમીતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વડોદરામાં નર્મદા નદીના કિનારે રામાયણની શૂટિંગ ચાલી રહ્યું હતું. એ સમયે દેબિના પણ એમની સાથે હતી.

ગુરમીતે જણાવ્યું હતું કે અમે લોકો સ્મશાનમાં શૂટિંગ કરી રહ્યા હતા. એ સમયે મારી હેર ડ્રેસર જે સાઉથથી છે એ અજીબ વર્તન કરવા લાગી. કંઈક એવું કે જે જોઈને અમે ચોંકી ઉઠ્યા. એક્ટરે જણાવ્યું હતું કે મારી હેરસ્ટાઈલિસ્ટે અચાનક જોર-જોરથી રડવા લાગી, પણ અમે કંઈ સમજીએ એ પહેલાં તે જોર જોરથી હસવા લાગે.

આ પણ વાંચો :રિલ લાઇફ પાર્ટનરની ભૂમિકા ભજવતા રિયલ લાઇફ પાર્ટનર બની ગયા આ કપલ

ગુરમીતે જણાવ્યું હતું કે ત્યાં હાજર તમામ લોકો સમસમી ગયા. સાઉથની આ છોકરી અચાનક જ ગુજરાતીમાં વાત કરવા લાગી. ચોંકાવનારી વાત તો એ હતી કે ગુજરાતી એને બિલકુલ આવડતી નહોતી. તે બોલતી રહી બોલતી રહી. આખરે અમે એને હોટેલ લઈ ગયા. ત્યાં પણ તેની ચીસાચીસ ચાલુ હતી. આખી યુનિટ આ ઘટના ક્યારેય નહીં ભૂલી શકે.

ગુરમીત હાલમાં તેની વેબ સિરીઝ યે કાલી કાલી આંખે 2ને કારણે ચર્ચામાં છે. આ સિરીઝમાં તે એક્શન મોડમાં જોવા મળી હતી. આ પહેલાં તે કમાંડર કરણ સક્સેનામાં પણ જોવા મળ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button